Western Times News

Gujarati News

કારીગરોને આપવામાં આવતી લોન પર આઠ ટકા સુધીની સબસિડી અપાશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. હવે નાણામંત્રી ર્નિમલા સીતારમણ એ વધુ એક સારા સમાચાર આપ્યા છે. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કારીગરોને આપવામાં આવતી લોન પર આઠ ટકા સુધીની સબસિડી આપશે.

આ યોજનાને લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સરકારે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે.

વિશ્વકર્મા યોજના વિશે વિગતવાર માહિતી આપતાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે કારીગરોને પાંચ ટકાના વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, ચણતર, પથ્થર શિલ્પી, વાળંદ અને નાવિક સાથે સંબંધિત ૧૮ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર ૩ લાખ રૂપિયા સુધીની લોન આપશે.

તેમણે કહ્યું કે શરૂઆતમાં ૧ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને ૧૮ મહિના સુધી ચુકવણી કર્યા પછી, લાભાર્થી વધારાના ૨ લાખ રૂપિયા માટે પાત્ર બનશે.
યોજનાના ઘટકોમાં માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ અદ્યતન કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક ડિજિટલ ટેક્નોલોજી અને કાર્યક્ષમ ગ્રીન ટેક્નોલોજીનું જ્ઞાન, બ્રાન્ડ પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે કનેક્ટિવિટી, ડિજિટલ પેમેન્ટ્‌સ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થશે.

તેમણે કહ્યું કે દરેક લાભાર્થીને ૫૦૦ રૂપિયાના દૈનિક ભથ્થા સાથે પાંચ દિવસ માટે કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. દરેક લાભાર્થીને ત્રણ-સ્તરીય રીતે ઓળખવામાં આવશે.

નાણા મંત્રીએ કહ્યું કે આ સિવાય ટૂલકીટ પ્રોત્સાહન તરીકે ૧૫,૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે, એક મહિનામાં ૧૦૦ જેટલા વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ૧ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો (ઓબીસી), મહિલાઓ અને નબળા વર્ગોને ઘણો ફાયદો થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.