Western Times News

Gujarati News

પંચલાઇન્સ કપાઈ જતી હોવાથી ઉપાસના સિંઘે કપિલનો શો છોડ્યો

મુંબઈ, ઉપાસના સિંઘ એક જાણીતા કલાકાર છે, ખાસ કરીને તેઓ પોતાનાં કોમેડી રોલ માટે જાણીતાં છે. છેલ્લાં થોડા વર્ષાેમાં તે કપિલ શર્માના કોમેડી શોથી ખાસ ઘર-ઘરમાં જાણીતાં થયાં હતાં. પરંતુ છેલ્લાં કેટલાક વખતથી તેઓ આ શોમાંથી ગાયબ છે અને પોતાના પ્રોડક્શન અને પંજાબી ફિલ્મો પર ધ્યાન આપી રહ્યાં છે.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કપિલ શર્માનો શો છોડવાના કારણનો ખુલાસો કર્યાે છે. ટીવી છોડવા અંગે ઉપાસના સિંઘે જણાવ્યું, “અઢી વર્ષ સુધી અમારો શો હંમેશા ટોપ પર રહ્યો હતો. પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે મારી પાસે કરવા માટે કશું બચ્યું નહોતું.

મેં આ વાત કપિલને પણ કરી. અમારે એકબીજા સાથે ઘણું સારું બને છે, લોકોને લાગે છે એવો કોઈ ઝઘડો નહોતો થયો અમારી વચ્ચે. મેં તેને કહ્યું કે, કપિલ આ રોલ પહેલા જેવો નથી રહ્યો, મને પહેલાં જેટલી મજા આવતી નથી. મારા પાત્ર પર પ્લીઝ થોડું ધ્યાન આપો.”

જોકે, પરિસ્થિતિ એમનાં હાથમાં રહી નહોતી, તેથી ચેનલ સાથેના કરારો અને ચેનલની હરિફાઇ જેવી બાબતોમાં મુદ્દો વધુ ગૂંચવાઈ ગયો. તેમણે કહ્યું, “એ લોકો મારી પંચલાઇન્સ કાપી નાખતાં હતાં. મને ખબર હોય કે જે ડાયલોગ પર લોકો હસશે, એ ડાયલોગ કપાઈ ગયા હોય.

એ ટોર્ચર જેવું બની ગયું હતું. અલી અસગરને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો. ”પાછળથી કપિલે તેમને પોતાના શોમાં ફરી આમંત્રણ આપ્યું ત્યારે ઉપાસના બીજું કામ કરવા લાગ્યા હતા. ટીવીથી દૂર થવાના કારણ અંગે કહ્યું, “મેં બે પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું, કપિલે એના માટે વોઇસઓવર પણ આપ્યો છે. પરંતુ મને બહુ મજા ન આવી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.