ફરજિયાત UPI આધારિત ASBA વિકલ્પ સાથે પ્રથમ આઇપીઓ આજે ખુલ્યો
- આઇપીઓ માટે યુપીઆઈ આધારિત એએસબીએ વિકલ્પ રિટેલ રોકાણકારો માટે ફરજિયાત થયો
- આઇપીઓમાં રોકાણ કરવાની સરળ, સાતત્યપૂર્ણ અને સુરક્ષિત પ્રક્રિયા
મુંબઈઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ આજે જણાવ્યું હતું કે, બ્રોકર્સ, ડીપી અને આરટીએ દ્વારા અરજી કરનાર રિટેલ રોકાણકારો માટે એએસબીએ આધારિત ફરજિયાત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) 29 જુલાઈ, 2019ને સોમવારે ખુલ્યો છે.
યુટીઆઈ તાત્કાલિક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ ફોન દ્વારા બેંકનાં બે ખાતા વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. બ્રોકર્સ, ડીપી અને આરટીએ દ્વારા અરજી કરવા રિટેલ રોકાણકારો માટે એએસબીએમાં હવે યુપીઆઈ ફરજિયાત છે.
ચુકવણીનાં વિકલ્પ તરીકે યુપીઆઈનો અમલ તબક્કાવાર રીતે 1 જાન્યુઆરી, 2019નાં રોજ શરૂ થયો હતો. પ્રથમ તબક્કામાં યુપીઆઈ વ્યવસ્થા રિટેલ રોકાણકારો માટે ઉપલબ્ધ હતી, પણ મધ્યસ્થી સંસ્થાઓથી લઈને બેંકો સુધી ફિઝિકલ એપ્લિકેશન સબમિટ કરવાની હાલની પ્રક્રિયા પણ જળવાઈ રહેશે.
પછીનો તબક્કો 1 જુલાઈ, 2019થી શરૂ થશે, જેમાં બ્રોકર્સ, ડીપી અને આરટીએ દ્વારા અરજી કરતા રિટેલ રોકાણકારોને આઇપીઓમાં રોકાણ કરવા યુપીઆઈ ચુકવણી ફરજિયાત કરવામાં આવી છે. જ્યાં સુધી પ્રથમ તબક્કાનો અમલ થાય, ત્યાં સુધી ઇશ્યૂ બંધ થયા પછી હાલની સમયમર્યાદા T+6 દિવસની જળવાઈ રહેશે.
એનપીસીઆઈનાં સીઓઓ શ્રીમતી પ્રવીણા રાયે કહ્યું હતું કે, “નવી પ્રક્રિયાથી કાર્યદક્ષતા વધશે, માનવીય હસ્તક્ષેપ અને વિવિધ તબક્કાઓમાં લોજિસ્ટિક્સ માટેની જરૂરિયાત દૂર થશે. યુપીઆઈ 2.0માં વન ટાઈમ બ્લોકિંગની સુવિધા સુનિશ્ચિત કરશે કે હાલ એએસબીએની પ્રક્રિયામાં થાય છે એ રીતે ફાળવણી થાય ત્યાં સુધી ગ્રાહકનાં ખાતામાં રકમ બ્લોક રહેશે (અને કપાશે નહીં).”
છેલ્લાં ત્રીજા તબક્કામાં આઇપીઓ ક્લોઝિંગ અને લિસ્ટિંગ વચ્ચેનો ગેપ ઘટીને ત્રણ દિવસ થશે. એક વિકલ્પ તરીકે યુપીઆઈ ઇન્વેસ્ટર બેંકોને આધારે બિડ-કમ-એપ્લિકેશન ફોર્મને અલગ કરવાની અને એને સંબંધિત બેંક લોકેશન પર મોકલવાની જરૂરિયાત દૂર કરશે.
એપ્લિકેશન ફોર્મ પર ગ્રાહકની સહીનું મેન્યુઅલ વેરિફિકેશન દૂર કરવામાં આવ્યું છે, કારણ કે એક્સચેન્જીસ પાસેથી બ્લોક રિક્વેસ્ટ પ્રાપ્ત થતાં ગ્રાહક પોતાનો યુપીઆઈ પિન એન્ટર કરીને બ્લોકને ઓથોરાઇઝ કરે છે.
આ પ્રક્રિયાનાં રજિસ્ટ્રાર બ્લોકની કુલ વિગતો મેળવવા અને ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવા સિંગલ એન્ટિટી, સ્પોન્સર બેંક સાથે સંકલન કરશે. શ્રીમતી રાયે ઉમેર્યું હતું કે, “રિટેલ રોકાણકારો યુપીઆઈનો ઉપયોગ કરીને તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરીને આઇપીઓ સબસ્ક્રાઇબ કરી શકે છે. તાત્કાલિક મેન્ડેટ ક્રિએશન રિયલ ટાઇમમાં સબસ્ક્રિપ્શનનું સબમિશન સુનિશ્ચિત કરે છે.”
રિટેલ રોકાણકારો એએસબીએ બેંકો (એસસીબી)ને સીધી અરજી કરવાની કે ઓનલાઇન ટ્રેડિંગ, ડિમેટ અને બેંક ખાતું જોડાવાની સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનાં વિકલ્પો પણ ધરાવે છે.