ડિજીટલ UPI ફ્રોડઃ 2.5 વર્ષમાં અંદાજીત 27 લાખ કેસઃ 2145 કરોડ લોકોએ ગુમાવ્યા
ચાલુ વર્ષે છેલ્લા છ મહિનામાં UPI છેતરપિંડીના કેસોમાં લોકોએ ૪૮પ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે.
પ્રજા આ ડિજિટલ યુગમાં ખૂબ પરેશાન છે, ખાસ કરીને તેને છેતરાવું પડે છે. આ ખેલ ખૂબ જ ખરાબે ચડયો છે, પરિણામે સોશિયલ પ્લેટફોર્મ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય એપ પર આવેલ અજાણી લિન્ક ખોલતા ખૂબ ડરે છે, ભય પામે છે. તેને એમ થાય છે કયાંક આ લિન્ક ઓપન કરવાથી છેતરાઈ જવાશે તો એકાઉન્ટમાં નાણાંની ઉઠાંતરી થઈ જશે તો ?
આવા ભયપ્રદ અનેક સવાલોથી યુઝર્સ ચિંતા છે. હમણાં એવી ચેતવણી અપાઈ છે કે તમને ફેસબુક અથવા વોટ્સએપમાં જો કોઈ ઈÂન્વટેશન કાર્ડની લિન્ક જોવા મળે તો તે ઓપન કરશો નહીં, નહીંતર તમારા ખાતામાંથી તમારી બચત ઉપડી જશે. આમ ખૂબ જ ચિંતાભરી પરિસ્થિતિ વચ્ચે આજના નાગરિકો જીવી રહ્યા છે. શું થશે ? ઘણીવાર એવું બને છે કે વિશ્વાસપાત્ર માણસની ઉપર ભરોસો રાખીને કોઈ લિન્ક ડાઉનલોડ કરાય છે ત્યારે છેતરાઈ જવાનો અનુભવ થાય છે.
તાજેતરમાં એક ચિંતાજનક ઘટના સામે આવી, કહે છે કે, કોઈ કંપનીના માલિકનો ફોટો સ્ટેટ્સમાં મૂકીને તેણે તેની કંપનીના મેનેજરને જબરદસ્ત રીતે છેતર્યા હતા. વિશ્વાસ ઊભો કરીને એણે બે કરોડ રૂપિયા ઉઠાવી લીધા જ્યારે મેનેજરે બોસને વાત કરી ત્યારે ખબર પડી કે કોઈ ગઠિયો દાવ રમી ગયો હતો તેના બે કરોડ રૂપિયા ગઠિયાના હાથમાં પહોંચી ગયા હતા.
આવી છેતરપિંડી થયા પછી દોડધામ થઈ હશે પરંતુ ઘોડા નાસી જાય પછી તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ રહેતો નથી. આવી રીતે ગઠિયાઓ જાતજાતની ચાલાકી અજમવાને યુઝર્સને છેતરી જાય છે. છેતરાઈ ગયા પછી પસ્તાવો કે અફસોસ કરવાનો કશો અર્થ નથી. આજકાલ ડિજિટલ એરેસ્ટથી ગઠિયાઓ ખૂબ જ સક્રિય બનયા છે. તેઓ લાલચ, લોભની જાળબ્ બિછાવીને યુઝર્સને આબાદ સપડાવે છે અને તેની તિજોરી સાફ કરી નાંખે છે.
આ પરિસ્થિતિ ખૂબ જ આઘાતજનક બની ગઈ છે. એમાંથી બહાર નીકળવું સરળ રહ્યું નથી. કેમ કે, સામેની ગેંગ ખૂબ જ ચતૂર અને પાવરઘી હોય છે. અહીં છેતરાઈ જનારની દશા જોઈને દુઃખ અવશ્ય થાય છે તેથી અહીં એક કહેવત સાર્થક બની રહે છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે જેઓ શિકાર ઝડપવામાં માહેર છે તેઓ થોડાક દાણા નાંખીને કટાના કટા ઘર ભેગા કરી જાય છે.
છેતરપિંડીની જાણે કે મોસમ જ આવી ગઈ છે. ગમે તેટલી ચતુરાઈ કે સતર્કતા રાખો પણ ગઠિયાઓની આભાસી જબ એવી ભૂરકી છાંટે કે ગઠિયાની મૂઠીમાં તમારું ખાતું ખોલી થઈ જાય. આવી રીતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. અરે હેકર્સ, તમારા કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલને પણ હેક કરીને ડેટા ગૂમ કરીને જલસા કરે છે. કયારેક ચીનના હેસર્સના સમાચાર આવે છે તો કયારે પાકિસ્તાનના સીમાડેથી ઠગોની હરકતો વિશે સમાચારો ચમકી જાય છે, આજે અહીં ડિજિટલ ચૂકવણીમાં થતી ઠગાઈની વાત કરીશું.
યુનિફાઈડ પેમેન્ટ્સ (યુપીઆઈ) દ્વારા થઈ રહેલી છેતરપિંડી આંકડા સાચે જ પરેશાન કરી મૂકે છે. સરકારની તરફથી જણાવાયું છે કે, ગત અઢી વર્ષમાં યુપીઆઈ દ્વારા છેતરપિંડીના ર૭ લાખ કેસો સામે આવ્યા છે. હેરતની વાત એ છે કે આ મામલામાં લોકોએ ર,૧૪પ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. હમણા તો વર્તમાન વિત્ત વર્ષના છ-સાત મહિના વિત્યા છે પણ આ સમયમાં પણ યુપીઆઈ છેતરપિંડીના કેસોમાં લોકોએ ૪૮પ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે.
આ તો ત્યારે બને છે જ્યારે સરકાર, રિઝર્વ બેન્ક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા છેતરપિંડી રોકવા માટે સતત પગલાં ભરતી રહી છે. વાસ્તવમાં સાઈબર સંસારના વિસ્તારની ગતિ જે પ્રકારથી વધી રહી છે તેનાથી પણ વધુ તેજ ગતિથી સાઈબર અપરાધ વધ્યો છે. સાઈબર ઠગાઈના દર પાંચમો કેસ ડિજિટલ લેણદેણ સાથે જોડાયેલો હોય છે. ડિજિટલ અરેસ્ટ, પીઆઈ સાથે દગાબાજી કેસોમાં ઠગોની ઓળખાણ સરળ નથી. એમાં અપરાધ જેનો એક છેડો કોઈ અન્ય જગ્યાએ તો બીજો છેડો કયાં જાય છે તેની ખબર પડતી નથી.
ડિજિટલ એરેસ્ટ છેતરપિંડીના વધતા મામલાઓને જોતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાઈબર શાખાએ કંબોડિયા, મ્યાંમાર, વિયતનામ તથા થાઈલેન્ડ જેવા દક્ષિણ પૂર્વી એશિયાઈએ આ ગોટાળાના ગઢના રૂપમાં ચિÂન્હત કર્યા હતા. આ દેશોના ૧૭ હજાર વોટ્સએપ ખાતાઓને પણ બ્લોક કરવાનું મોટું પગલું ભર્યું હતું.