UPI ફરીથી ચાલુ થયું, NPCI એ ‘ટેકનિકલ સમસ્યાઓ’ જવાબદાર જણાવી

આખા દેશમાં યુપીઆઈનું સર્વર થયું ડાઉન-યુઝર્સને ગુગલ પે સહિતની યુપીઆઈ એપ્સમાં પેમેન્ટ કરવામાં હાલાકી પડી
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં યુપીઆઈની સેવા અનેક જગ્યાઓ પર ઠપ થઈ ગઈ હતી. જેનાથી લોકોને ડિજિટલ ચૂકવણીમાં મુશ્કેલી પડી હતી. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે, તેમનું યુપીઆઈ પેમેન્ટ ફેલ થઈ રહ્યું છે અથવા ખુબ વાર લાગી રહી છે. કેટલાકી બેંકોના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા પૈસા મોકલવા અને મંગાવવામાં મુશ્કેલી થઈ રહી છે. યુઝર્સ યુપીઆઈ લેવડ-દેવડથી જોડાયેલી સમસ્યાને લઈને પોતાની ફરિયાદ અને નારાજગી ઈન્ટરનેટ પર વ્યક્ત કરી રહ્યા હતા.
UPI restored after brief outage, NPCI blames ‘intermittent technical issues’
NPCI had faced intermittent technical issues owing to which UPI had partial decline. The same has been addressed now and the system has stabilised. Regret the inconvenience.
— NPCI (@NPCI_NPCI) March 26, 2025
ડાઉનડિટેક્ટરના રિપોર્ટ મુજબ, આ સમસ્યા સાંજે ૭ વાગ્યાથી થઈ રહી છે. જેના કારણે લગભગ ૨૩,૦૦૦ ફરિયાદો નોંધાઈ છે. આમાંથી, ઘણા વપરાશકર્તાઓને પૈસા મોકલવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે કેટલાકને પૈસા મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ આઉટેજને કારણે, ૮૨ ટકા વપરાશકર્તાઓને ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ૧૩ ટકા વપરાશકર્તાઓને ભંડોળ ટ્રાન્સફર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ૪ ટકા વપરાશકર્તાઓને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ભારતમાં સૌથી વધુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને યુવાવર્ગ આ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. વિદેશમાં પણ હવે તેનું ચલણ વધવા લાગ્યું છે.