Western Times News

Gujarati News

UPLને સસ્ટેઇનેબિલિટી પર્ફોર્મન્સ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરવા માટે એશિયન સસ્ટેઇનેબિલિટી લીડરશિપ એવોર્ડ મળ્યો

મુંબઈ, પર્યાવરણને અનુરૂપ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની UPL લિમિટેડને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે પ્રશંસનીય કટિબદ્ધતા દર્શાવવા બદલ સસ્ટેઇનેબિલિટી પર્ફોર્મન્સ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરવામાટેએશિયન સસ્ટેઇનેબિલિટી લીડરશિપ એવોર્ડ મળ્યો છે.

એશિયન લીડરશિપ એવોર્ડ (ALA) એશિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર, શ્રેષ્ઠ પ્રેક્ટિસ વિકસાવનાર અને નવીન વ્યૂહરચનાઓ પ્રસ્તુત કરવાની સતત કટિબદ્ધતા વ્યક્ત કરનાર નોંધપાત્ર બિઝનેસ લીડર્સ અને કંપનીઓને બિરદાવે છે.

UPLને DJSI એન્ડ સસ્ટેઇનાલીટિક્સ જેવી સન્માનિત સંસ્થાઓ દ્વારા સસ્ટેઇનેબિલિટી લીડર તરીકે બિરદાવવામાં આવી છે તથા પર્યાવરણની અનુકૂળતાને કેન્દ્રસ્થાને રાખતા એના ફૂડ વેલ્યુ ચેઇનના વિશિષ્ટ ચેઇનની પ્રશંસા કરી છે. UPL લિમિટેડએ અનેક પહેલો અને કાર્યક્રમો મારફતે સસ્ટેઇનેબિલિટી પ્રત્યે એની કટિબદ્ધતા દર્શાવી છે.

UPLમાં પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડતી થોડી નોંધપાત્ર સફળતાઓમાં નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2020-21ના સમયગાળા દરમિયાન (2015-16ને બેસલાઇન ગણીને) કાર્બનના ઉત્સર્જનમાં 26 ટકા સુધીનો ઘટાડો, પાણીના નિકાલમાં 45 ટકા સુધીનો ઘટાડો અને પાણીના વપરાશમાં 21 ટકા સુધીનો ઘટાડો કરવા જેવી બાબતો સામેલ છે. UPL લિમિટેડ દુનિયાના 138થી વધારે દેશોમાં કાર્યરત છે અને એના 60 ટકા પ્લાન્ટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ છે.

આ ઉપરાંત કંપની સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે UN ગ્લોબલ ઇમ્પેક્ટ અને વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલની સભ્ય છે, જે બંને સંસ્થાઓ પર્યાવરણને અનુકૂળ વિકાસ માટે કામ કરે છે. UPL દુનિયામાં એકમાત્ર પાક સંરક્ષણ કંપની હતી, જેને ડાઉ જોન્સ સસ્ટેઇનેબિલિટી યરબુક 2020માં સામેલ કરવામાં આવી હતી તથા પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય સસ્ટેઇનેબિલિટી રેટિંગ એજન્સી સસ્ટેઇનાલીટિક્સ દ્વારા દુનિયાની #1 એગ્રોકેમિકલ કંપની તરીકે રેટિંગ આપવામાં આવ્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષ 25 ટકાથી વધારે વૃદ્ધિ સાથે એને FTSE રસેલ દ્વારા પણ રેટિંગ મળ્યું છે તથા FTSE4ગૂડ એન્ડ રિસ્પોન્સિબ્લ કેરની સર્ટિફાઇડ લોગોધારક છે.

આ સફળતા પર UPL લિમિટેડના એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેઇનેબિલિટીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ ડો. મૃત્યુંજય ચૌબેએ કહ્યું હતું કે, “અમે UPLકૃષિમાં સસ્ટેઇનેબિલિટી વધારવા સતત કામ કરીએ છીએ, કારણ કે આ શરૂઆતથી અમારી ફિલોસોફીનું હાર્દ છે અને સંપૂર્ણ વેલ્યુ ચેઇન સહિત અમારા વ્યવસાયમાં એનો અમલ થાય છે. અમે આ એવોર્ડ મેળવીને ગર્વ અને નમ્રતાની લાગણી અનુભવીએ છીએ તથા અમને ઔદ્યોગિક કામગીરીમાં પરિવર્તન કરવાના અણારા અભિયાને જાળવી રાખવાની તથા દરેક સિંગલ ફૂડ પ્રોડક્ટને વધારે સસ્ટેઇનેબલ બનાવવાની આશા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.