UPL કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીમાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરવા બદલ S&P ગ્લોબલ સસ્ટેઇનેબિલિટી યરબુક 2021માં સામેલ થયેલી એકમાત્ર પાક સંરક્ષણ કંપની બની
ધ SAM કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી એસેસ્સમેન્ટ (CSA) સસ્ટેઇનેબિલિટીની કામગીરી માટે દુનિયાભરની 7000થી વધારે કંપનીઓનું મૂલ્યાંકન કરે છે; યરબુકમાં સ્થાન મેળવવું એ કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીમાં ઉત્કૃષ્ટતાનો પુરાવો છે
મુંબઈ, UPL લિમિટેડએ આજે પર્યાવરણ, સામાજિક અને વહીવટી જોખમના વ્યવસ્થાપનમાં એની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનો S&P ગ્લોબલ સસ્ટેઇનેબિલિટી યરબુક 2021માં સમાવેશ થયાની જાહેરાત કરી હતી. S&P ગ્લોબલ દર વર્ષે SAM કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી એસેસ્સમેન્ટ (CSA) ઇશ્યૂ કરે છે.
ચાલુ વર્ષે UPL લિમિટેડએ આ પ્રતિષ્ઠિત યરબુકમાં સ્થાન મેળવવાની સાથે આ યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર પાક સંરક્ષણ કંપની બની છે. પરિણામે ઉદ્યોગમાં અગ્રણી કંપની તરીકે એની પોઝિશનને મજબૂત બનાવી છે.
UPL લિમિટેડ આ યરબુકમાં સ્થાન મેળવનારી વિશ્વની 633 કંપનીઓ પૈકીની એક અને ભારતની 21 કંપનીઓમાં સામેલ થઈ છે.
SAM આર્થિક, પર્યાવરણ અને સામાજિક પ્રવાહો તથા વિવિધ કામગીરીઓમાંથી ઊભા થતા તકો અને જોખમોને સૂચવે છે, જેની અસર વિશ્લેષણ થયેલા 61 ઔદ્યોગિક ક્ષેત્રોમાં કંપનીઓની સ્પર્ધાત્મક પોઝિશન પર થાય છે. વર્ષ 1999થી અત્યાર સુધી SAM વાર્ષિક ધોરણે કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી એસેસ્સમેન્ટ હાથ ધરે છે તથા કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી પર સૌથી મોટા અને વિસ્તૃત આંતરરાષ્ટ્રીય ડેટાબેઝનું સંકલન ધરાવે છે.
S&P ગ્લોબલના ESG રિસર્ચના ગ્લોબલ હેડ મનજિત જસે કહ્યું હતું કે, “અમે UPLને ધ સસ્ટેઇનેબિલિટી યરબુક 2021માં સ્થાન મળવા બદલ અભિનંદન આપીએ છીએ. 7,000થી વધારે કંપનીઓના મૂલ્યાંકન સાથે યરબુકમાં સામેલ થવું કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનો પુરાવો છે.”
યરબુકમાં સામેલ થવા કંપનીઓએ તેમના ઉદ્યોગમાં ટોચની 15 ટકા કંપનીની અંદર સ્કોર મેળવવો જોઈએ અને ઉદ્યોગમાં સૌથી સારી કામગીરી કરતી 30 ટકા કંપનીની અંદર S&P ગ્લોબલ ESG સ્કોર હાંસલ કરવો જોઈએ.
UPLના સીઇઓ જય શ્રોફે કહ્યું હતું કે, “અમને ધ સસ્ટેઇનેબિલિટી યરબુક 2021માં સામેલ થવાનો ગર્વ છે, જે સસ્ટેઇનેબિલિટીમાં અમારી લીડરશિપ પ્રદાન કરે છે. વિવિધ હિતધારકો માટે સસ્ટેઇનેબિલિટી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોવાની સાથે UPLનો આશય કામગીરીને જાળવવાનો છે અને કંપનીને માપી શકાય એવી કામગીરી દ્વારા જવાબદાર બનાવવાનો રહેશે. આ અમે કામગીરીમાં પરિવર્તન લાવવાના અમારા અભિયાનને હાંસલ કરીશું અને દરેક ફૂડ પ્રોડક્ટને વધારે સસ્ટેઇનેબેલ બનાવીશું એ રીતો પૈકીની એક રીત છે.”
SAMના મીડિયા એન્ડ સ્ટેકહોલ્ડર એનાલીસિસ (MSA) પર આધારિત ક્વોલિટેટિવ સ્ક્રીન CSAમાંથી પ્રાપ્ત કંપનીનો સસ્ટેઇનેબિલિટી સ્કોર્સ સસ્ટેઇનેબિલિટી યરબુકમાં સર્વસમાવેશકતા માટે લાયકાતના ધારાધોરણો નક્કી કરવા લાગુ થયા હતા.
MSA મીડિયા કવરેજની પરીક્ષા અને રેપસિક ESG બિઝનેસ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરમાં ઉપલબ્ધ સ્ટેકહોલ્ડર માહિતી પર આધારિત છે તથા વર્ષ દરમિયાન ઊભા થઈ શકે એવી મહત્ત્વપૂર્ણ સસ્ટેઇનેબિલિટીની સમસ્યાઓ પ્રત્યે કંપનીના પ્રતિભાવનું મૂલ્યાંકન કરે છે.
DJSIએ UPLને પર્યાવરણલક્ષી રિપોર્ટિંગ, જળ સંબંધિત જોખમો અને સોશિયલ રિપોર્ટિગમાં 100 ટકા રેટિંગ આપ્યું હતું. કંપનીએ પર્યાવરણલક્ષી 37 પ્રશ્રોમાંથી 22 પ્રશ્રોમાં 100 ટકા સ્કોર મેળવ્યો હતો. ઉપરાંત મોર્નિંગસ્ટારનું સ્પેશ્યાલિસ્ટ યુનિટ અને દુનિયાના સૌથી વધુ સન્માનિય ESG સૂચકાંક સસ્ટેઇનાલીટિક્સમાં પર્યાવરણલક્ષી, સામાજિક અને વહીવટી જોખમના વ્યવસ્થાપન1 માટે UPLને નંબર 1 એગ્રોકેમ કંપનીનું રેન્કિંગ મેળવ્યું હતું.