UPL લિમિટેડનાં CMD રજનીકાંત ડી શ્રોફને પહ્મભૂષણ એનાયત થયો

મુંબઈ, ભારતના 72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યા પર UPL લિમિટેડના સ્થાપક શ્રી રજનીકાંત દેવીદાસભાઈ શ્રોફને વેપાર અને ઉદ્યોગનાં ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પહ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. UPL લિમિટેડ આંતરરાષ્ટ્રીય સ્તરે ટકાઉ કૃષિ ઉત્પાદનો અને સોલ્યુશન્સો પ્રદાન કરે છે.
ચાલુ વર્ષે રાષ્ટ્રપતિએ 119 પહ્મ પુરસ્કારો એનાયત કર્યા છે અને પહ્મભૂષણ પ્રાપ્ત કરનાર શ્રી શ્રોફ એકમાત્ર ઉદ્યોગપતિ છે.
વૈજ્ઞાનિકમાંથી ઉદ્યોગસાહસિક બનેલા અને સમાન તકના હિમાયતી UPL લિમિટેડનાં સીએમડી શ્રી શ્રોફે કહ્યું હતું કે, “હું હૃદયથી હંમેશા રાષ્ટ્રવાદી રહ્યો છું.
આ મહાન રાષ્ટ્રની વૃદ્ધિમાં અને એના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કૃષિ ક્ષેત્રના વિકાસમાં સહભાગી થવા માટે મને જે તકો મળી એ માટે હું હંમેશા ભારતનો ઋણી રહીશ. આ પ્રકારના અતિ સન્માનજનક પુરસ્કારનો હું નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું તથા આ સફળતા UPL લિમિટેડ ગ્રૂપ માટે આનંદ અને ગર્વની વાત છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મેં આ ઉદ્યોગમાં 50 વર્ષથી વધારે સમય અગાઉ કામગીરી શરૂ કરી હતી. આ સફર મારાં માટે ખરેખર યાદગાર અનુભવ પ્રદાનો કરનારી બની ગઈ છે. મને આ વર્ષો દરમિયાન કંપનીએ હાંસલ કરેલી સફળતા પર અતિ ગર્વ છે. UPL લિમિટેડની દરેક સફળતાનો શ્રેય 14000 કર્મચારીઓ જાય છે.
મને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રદાન કરવા બદલ હું ભારત સરકારનો આભાર માનું છું. હું મારી સાથે સન્માન પ્રાપ્ત કરનાર અન્ય મહાનુભાવોને અભિનંદન આપું છું. તથા આપણા દેશની પ્રગતિમાં પ્રદાન કરવા બદલ તેમનો પણ આભાર માનું છું.”
શ્રી શ્રોફ 50 વર્ષથી વધારે ગાળાની વ્યાવસાયિક કારકિર્દી ધરાવે છે. આ સફરમાં તેમને કૃષિ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં અન્ય કેટલાંક સન્માનો અને પુરસ્કારો મળ્યાં છે. તેઓ તેમના વ્યવસાય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે અને તેઓ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે સતત કામ કરે છે.
તેમને પ્રાપ્ત થયેલા અનેક પુરસ્કારો તેમની ક્ષમતાનો પુરાવો છે. તેમના કુશળ નેતૃત્વમાં વર્ષ 1969માં વાપી (ગુજરાત)માં ફક્ત રૂ. 4 લાખની મૂડી સાથે રેડ ફોસ્ફરસનું ઉત્પાદન કરવા જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ કરતાં નાના કેમિકલના યુનિટથી શરૂઆત કરનાર UPL લિમિટેડ અત્યારે ભારતની એકમાત્ર બહુરાષ્ટ્રીય અને બહુસાંસ્કૃતિક એગ્રોકેમિકલ કંપની બની છે. કંપની દુનિયાભરમાં 14000 લોકોને રોજગારી પ્રદાન કરે છે અને તેનું ટર્નઓવર 5 અબજ ડોલરનું છે. અત્યારે કંપનીની કામગીરીમાં સંકળાયેલી છે.
શ્રી શ્રોફ ભારતમાં કૃષિરસાયણ ક્ષેત્રનાં ઔદ્યોગિકીકરણનું વિસ્તરણ કરવાના બૃહદ લક્ષ્યાંકનું નેતૃત્વ કરે છે તેમજ ભારતીય ખેડૂત માટે વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન કરીને દેશ માટે વિદેશી હૂંડિયામણની બચત કરે છે. તેમનું માનવું છે કે, જો નાનાં ખેડૂતો પોસાય એવા ઉત્પાદનોનો સ્વીકાર કરશે, તો જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉદ્દેશ પાર પાડશે.
શ્રી શ્રોફ હંમેશા સમાજને પરત કરવામાં માને છે. તેઓ વિવિધ માનવીય કલ્યાણ ટ્રસ્ટ અને સંસ્થાઓનું નેતૃત્વ કરે છે. શ્રી શ્રોફના નેતૃત્વમાં UPL લિમિટેડ સમાજ માટે કેટલાંક લાભદાયક પગલાં લેવા કામ કરે છે, જેમાં ઉત્કૃષ્ટતા લાવતી સંસ્થાઓનું સર્જન, પડોશી ખેડૂતો માટે ટકાઉ આજીવિકા કાર્યક્રમનું આયોજન તેમજ તેમની પ્રક્રિયાઓમાં પ્રકૃતિનું સંરક્ષણ કરવા કરવાની કામગીરી સામેલ છે.
કહેવાની જરૂર નથી કે, ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન કૃષિ ક્ષેત્રના વિકાસમાં અસાધારણ પ્રદાન કરનાર અને પોતાના દેશના ઉત્થાન માટે અવિસ્મરણીય પ્રદાન કરનાર તેમજ પોતાની કંપનીના તમામ હિતધારકો માટે મૂલ્યનું સર્જન કરનાર વ્યક્તિ માટે આ ઉચિત સન્માન છે.