Western Times News

Gujarati News

યુપીએલ અને CH ગ્લોબલે લાખો પશુઓ માટે મિથેન ઘટાડતા ફીડ સપ્લીમેન્ટ્સ લાવવાના ઉદ્દેશ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યો

 વિશેષ ભાગીદારી  સીએચગ્લોબલના ગ્લોબલ સીવીડ આધારિત ફીડ એડિટિવ મીથેન ટેમર  સાથે યુપીએલની બજારની પહોંચનું મિશ્રણ કરે છે, ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરુગ્વે અને પેરાગ્વેમાં મહત્વના પશુ બજારોને લક્ષ્ય બનાવે છે

 મુંબઈ,  ટકાઉ કૃષિ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી યુપીએલ અને સીએચ4 ગ્લોબલ એ એક વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યાની આજે જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ દૈનિક લાખો પશુઓ માટે સીએચ4 ગ્લોબલની મિથેન-રિડ્યુસિંગ ફીડ સપ્લીમેન્ટ લાવવાનો છે. UPL and CH4 Global sign strategic partnership agreement that aims to bring methane-reducing feed supplement to millions of cattle.

વિવિધ તબક્કાના, બહુવર્ષીય કરાર હેઠળ યુપીએલ અને સીએચ4 ગ્લોબલ ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરુગ્વે અને પેરાગ્વેમાં મહત્વના પશુ બજારોને લક્ષ્ય બનાવતી વ્યાપક રૂપરેખા તૈયાર કરશે જે વિશ્વની પશુઓની વસ્તીનો 40 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. આ સહયોગ આ દરેક બજારો પૈકી પ્રત્યેકમાં સીએચ4 ગ્લોબલ મીથેન ટેમર કેટલ ફીડ એડિટિવના વિતરણ માટે ચોક્કસ બિઝનેસ મોડલ સ્થાપિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ પશુ ક્ષેત્રને ઇકો-ફ્રેન્ડલી એનિમલ ફીડ સોલ્યુશન્સના ઉપયોગ દ્વારા તેની ઉત્સર્જન હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સક્ષમ બનાવવાનો છે.

સીએચ4 ગ્લોબલની ફ્લેગશિપ પ્રોડક્ટ ઇનોવેશન સીએચ4 ગ્લોબલ મીથેન ટેમર એ સ્થિર, ફોર્મ્યુલેટેડ કેટલ ફીડ સપ્લીમેન્ટ છે જે હોલ એસ્પારાગોપ્સિસ સીવીડ પર આધારિત છે જેણે ભલામણ મુજબની માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો 90 ટકા સુધી પશુઓમાં એન્ટેરિક મિથેન એમિશનમાં ઘટાડો કરતો હોવાનું અભ્યાસમાં બતાવ્યું છે. પશુઓના પાચનમાંથી થતો એન્ટેરિક મિથેન વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ફાળો આપે છે અને વિશ્વભરમાં મિથેનનો એકમાત્ર સૌથી મોટો માનવ-સંચાલિત સ્ત્રોત છે.

આ ફોર્મ્યુલેટેડ સપ્લીમેન્ટ મીથેન ટેમર ને યુપીએલના હાલના ફીડ ફોર્મ્યુલેશન સાથે સંકલિત કરશે અને લક્ષ્યાંકિત બજારોમાં કંપનીના ગહન બજાર જ્ઞાન, ગ્રાહક સંબંધો અને વિતરણ નેટવર્કનો લાભ લેશે.

યુપીએલના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફે જણાવ્યું હતું કે “અમારો OpenAg હેતુ આ સહયોગને પ્રગતિના કેન્દ્રમાં રાખે છે અને આ ભાગીદારી દ્વારા અમારું લક્ષ્ય એક મહત્વના પગલાં દ્વારા એ બતાવવાનું છે કે કૃષિ કેવી રીતે ગ્રીનહાઉસ ગેસિસ ઘટાડવાના એકંદર પ્રયાસોમાં કામ કરી શકે છે. ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેન લગભગ ત્રીસ ગણો હાનિકારક છે

અને તાજેતરના અહેવાલો 800,000 વર્ષોમાં સૌથી વધુ સ્તર દર્શાવે છે, તેથી તેમાં ઘટાડો કરવો આપણી ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ. આ પહેલ ટકાઉ પશુધન માટે એક નવું મોડલ રજૂ કરશે જેને વૈશ્વિક સ્તરે માપી શકાય છે, મિથેન શમન ટેક્નોલોજી અપનાવીને ઉદ્યોગને ગ્રીનહાઉસ ગેસ માટે નેટ ઝીરો સુધી પહોંચવામાં મદદ કરશે અને પર્યાવરણ પર કૃષિની સકારાત્મક અસર દર્શાવશે.”

સીએચ4 ગ્લોબલના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટીવ મેલરે કહ્યું: “મીથેન ટેમર ને વૈશ્વિકપણે અપનાવવાને વેગ આપવા માટે યુપીએલ જેવા માર્કેટ લીડર સાથે હાથ મિલાવતા અમે રોમાંચિત છીએ. મુખ્ય બજારોમાં યુપીએલની વિશાળ હાજરી અને ખેડૂતો સાથેના તેના વિશ્વાસુ સંબંધો તેમને એક આદર્શ ભાગીદાર બનાવે છે કારણ કે અમે એન્ટેરિક મિથેન રિડક્શન સોલ્યુશન્સની મોટાપાયે જરૂરિયાતને પહોંચી વળવા આગળ વધી રહ્યા છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.