Western Times News

Gujarati News

UPL અને ક્લીનમેક્સ ગુજરાતમાં 61.05 MWનો વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે

UPL અને ક્લીનમેક્સએ ગુજરાતમાં નવા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ માટે જોડાણ કર્યું 

પ્રોજેક્ટથી UPLની વૈશ્વિક સ્તરે એની કુલ વીજળીના ઉપભોગના 30 ટકા હિસ્સા માટે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરશે-કેપ્ટિવ પ્રોજેક્ટ દર વર્ષે 1.25 લાખ ટન co2ના ઉત્સર્જનને ઘટાડવા તરફ દોરી જશે

મુંબઈ,  સસ્ટેઇનેબ્લ એગ્રિકલ્ચરલ સોલ્યુશન્સની વૈશ્વિક પ્રદાતા UPL Ltd. (NSE: UPL & BSE: 512070 LSE: UPLL) (‘UPL’)એ આજે ભારતના ગુજરાતમાં હાઇબ્રિડ સોલર-વિન્ડ એનર્જી પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા મુંબઈ-સ્થિત પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ (‘ક્લીનમેક્સ’) સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી.

in photo  L-R: Kuldeep Jain, Founder & Managing Director, CleanMax, Raj Tiwari, Chief Supply Chain Officer, UPL Ltd, Jai Shroff, Group CEO, UPL Ltd.

UPL અને ક્લીનમેક્સ 28.05 MW સૌર ઊર્જા અને 33 MW પવન ઊર્જાની ક્ષમતા સાથે હાઇબ્રિડ કેપ્ટિવ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે અને સંચાલન કરશે. સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં પુનઃપ્રાપ્ય ઊર્જાની બે ટેકનોલોજીઓનો સમન્વય કરતો આ પ્રોજેક્ટ UPLને એના કુલ વૈશ્વિક ઊર્જા વપરાશ (હાલ 8 ટકાની સામે)ના 30 ટકા હિસ્સા માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના વપરાશમાં વધારો કરવા સક્ષમ બનાવશે. તેમની પૂરક પ્રકૃતિને કારણે વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ અતિ કાર્યદક્ષ છે, જે વીજળીનો વિશ્વસનિય અને સતત વીજ પુરવઠો પ્રદાન કરે છે, જે અસરકારક રીતે પાવરના લોડનું મેનેજમેન્ટ કરવામાં મદદરૂપ થશે.

Jai Shroff, Global CEO of UPLના ગ્લોબલ સીઇઓ જય શ્રોફે કહ્યું હતું કે,: “UPLમાં અમે રિઇમેજિનિંગ સસ્ટેઇનેબિલિટીની આંતરિક તેમજ અમારા ફાર્મિંગ પાર્ટનર્સ સાથે કટિબદ્ધ છીએ. અમે વિશ્વસનિયતા સુલભ કરવાની સુનિશ્ચિત કરવા ક્લીન એનર્જી એ વિઝનને સાકાર કરવામાં મદદ કરશે, કારણ કે અમે અમારા કાર્બનનું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટાડીશુ. અમે આ પાર્ટનરશિપ દ્વારા અમારા OpenAg નેટવર્કને ક્લીનમેક્સને આવકારવા આતુર છીએ તથા ભારતની ગ્રીન એનર્જીના પ્રવાહમાં જોડાઈને ખુશ છીએ.”

ક્લીનમેક્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ જૈને કહ્યું હતું કે, “આ 61.05 MW કેપ્ટિવ વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ ગુજરાતમાં ક્લીનમેક્સ દ્વારા વિકસાવવામાં આવેલા મોટા વિન્ડ સોલર હાઇબ્રિડ ફાર્મનો એક ભાગ છે. ક્લીનમેક્સ વિન્ડ સોલર હાઇબ્રિડ ફાર્મની સંપૂર્ણ ક્ષમતા 400 MWથી વધારે છે; જેમાં 230 MW પવન અને 180 MW સૌર ઊર્જા છે; જે દર વર્ષે 8.75 લાખ ટન CO2 ઉત્સર્જનને અટકાવવા તરફ દોરી જશે.”

“અમે UPL સાથે જોડાણ કરીને ખુશી છીએ. પવન અને સૌર ઊર્જાનો હાઇબ્રિડ પ્લાન્ટ તમામ મહિલાનાઓ અને દિવસના વિવિધ સમયગાળામાં UPLને પુનઃપ્રાપ્ય ઊર્જાનો સતત અતિ ઊંચો પુરવઠો જાળવી રાખશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.