ભારતમાંથી લુપ્ત થઈ રહેલી સારસ ક્રેનની પ્રજાતિની જાગૃત્તિ વધારવા ફેસ્ટીવલનું આયોજન
● ગુજરાતમાં સારસ ક્રેનની બીજા ક્રમની સૌથી વધારે વસ્તી છે, આ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે.
UPL દ્વારા વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે જાગૃત્તિ વધારવા માટે સારસ ક્રેન ફેસ્ટીવલનું આયોજન
● વન વિભાગ, યુપીએલ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસ ક્રેનની વસ્તી વર્ષ 2015-16માં 500 હતી, જે વધીને વર્ષ 2022-2023માં 1254 થઈ ગઈ છે.
વૈશ્વિક સ્તરે ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પૂરી પાડતી અગ્રણી યુપીએલ લિમિટેડ (UPL Ltd)એ ખેડા જિલ્લામાં પરીએજ વેટલેટના સંકુલમાં 2જા સારસ ક્રેન ફેસ્ટીવલનું આયોજન કર્યું છે. વિશ્વ વેટલેન્ડ્સ ડે પ્રસંગે, આ ફેસ્ટીવલનો ઉદ્દેશ ઈન્ડિયન સારસ ક્રેન (ગ્રુસ એન્ટીગોન) પ્રત્યેની જાગૃત્તિ વધારવા તથા તેના જતનને પ્રોત્સાહન આપવાનો છે. વેટલેન્ડ્સ ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી અને જૈવ વિવિધતા ધરાવતી વ્યવસ્થા છે,જે પાણીની ગુણવત્તાને વધારે છે, ધોવાણને નિયંત્રિત કરે છે, સ્ટ્રીમના પ્રવાહને જાળવી રાખે છે, કાર્બનનું પૃથ્થકરણ કરે છે, અને સારસ ક્રેન માટે આદર્શ સ્થાન પૂરું પાડે છે. UPL Organises 2nd Sarus Crane Festival to Raise Awareness on World Wetlands Day
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વન સંશોધન અને તાલીમ, ગાંધીનગરના એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર શ્રી એસ કે શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે અન્ય ગણમાન્ય અતિથિ આણંદના ડીસીએફ શ્રીમતી નમ્રતા ઈટાલિયા; ખેડાના ડીસીએફ શ્રી રૂપક સોલંકી, યુપીએલ લિમિટેડના સીએસઆરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રિષી પથાનિયા; યુપીએલ સારસ કન્ઝર્વેશનના પ્રોગ્રામ મેનેજર ડો. જતિન્દર કૌર સહિત યુપીએલ લિમિટેડના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 15 શાળામાંથી 150 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે સારસ ક્રેન્સના ફોટો એક્ઝિબિશનનું આયોજન થયું હતું તથા વિદ્યાર્થીઓમાં જૂસ્સાપૂર્ણ ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સારસ ક્રેન વૈશ્વિકસ્તરે સૌથી વધારે ઊંચાઈએ ઉડતુ પક્ષી છે અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તે ભીની એટલે કે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે તથા માનવી સાથે જગ્યને લઈ અનુકૂળતા ધરાવે છે. તે આહાર તથા સંવર્ધન માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. વેટલેન્ડ્સના પ્રમાણમાં ઘટાડો થતા અને વર્તમાન આવાસ સંબંધિત સ્થિતિ બગડતા સારસની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો પૈકી એક હોવાનું માનવામાં આવે છે.
સારસ ક્રેન્સનું જતન કરવાના ઉમદા ઉદ્દેશથી યુપીએલ દ્વારા વર્ષ 2015માં સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટે સારસ ક્રેનની સંખ્યા વર્ષ 2015-16માં 500થી વધારી વર્ષ 2022-23માં 1,254 કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. યુપીએલની ટીમે ખેડૂતોની સાથે ઘનિષ્ઠપણે કામ કર્યું છે,શિક્ષણ તથા સ્વૈચ્છીક ભાગીદારી મારફતે સારસને લગતી ગેરમાન્યતાઓ દૂર કરી છે અને તેમની આ અંગેની વર્તણૂંકમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
આ ફેસ્ટિવલ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત વન સંરક્ષક સંશોધન અને તાલીમ બાબતોના અધિક મુખ્ય સચિવ શ્રી એસ કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ એ યુપીએલ દ્વારા હાથ ધરવામાં આવેલ એક પ્રશંસાપાત્ર પહેલ છે,જે વન્યજીવ સંરક્ષણના ઉમદા ઉદ્દેશ માટે સમુદાયોને એકજૂટ કરે છે. પ્રકૃતિ તથા માનવ વચ્ચે સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવાના મહત્વના પ્રયત્નો કરે છે.”
આ પહેલ અંગે માહિતી આપતા યુપીએલ લિમિટેડ ખાતેના ગ્લોબલ કોર્પોરેટ બાબતો તથા ઈન્ડસ્ટ્રી રિલેશન્સ બાબતના પ્રેસિડેન્ટ શ્રી સાગર કૌશિકે જણાવ્યું હતું કે, “સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટ ટકાઉ તથા જૈવવિવિધતા પ્રત્યેની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સારસ ક્રેન તથા તેના જેવી કમ્યુનિટીઝ માટે સમાનપણે યોગ્ય વાતાવરણનું સર્જન કરીને અમારા સામૂહિક પ્રયાસોની જે હકારાત્મક એટલે કે પોઝીટીવ અસરો આવી છે તેને જોતા ખરેખર ખુશી થઈ રહી છે.ખેડા અને આણંદ જિલ્લામાં આ પહેલથી ગુજરાત ખાતે સારસની ભારતમાં બીજા ક્રમની સૌથી વધારે વન્ય વસ્તીને જાળવી રાખવામાં મદદ મળી છે, અને અમે છેલ્લા આઠ વર્ષમાં તેમની વસ્તીમાં 151 ટકાનો વધારો જોયો છે.”
આ અંગે પોતાના અનુભવો રજૂ કરતાં યુપીએલ લિમિટેડના સીએસઆર બાબતોના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રિષી પઠાનિયાએ જણાવ્યું હતું કે “સારસ ક્રેન ફેસ્ટીવલ વિવિધ જાતીઓનું જતન કરવા માટે યુપીએલની કટિબદ્ધતાનો એક ઉત્તમ પૂરાવો છે. સારસ સંરક્ષણને લગતો આ પ્રોજેક્ટે 40 ગામોના 88 ગ્રામીણ સારસ પ્રોટેક્શન ગ્રુપના સ્વયંસેવકોથી એક છત્રછાયા હેઠળનું નેટવર્કનું નિર્માણ કરવામાં આવેલ છે. જે માળા, ઇંડા અને બચ્ચાઓના શિકાર તથા શિકારથી બચાવવામાં આવે છે.આ ઉપરાંત 32,166 વિદ્યાર્થીઓ તથા સમુદાયને સારસ ક્રેનના સંરક્ષણ માટે શિક્ષિત કરવામાં આવ્યા છે તથા સારસ ક્રેનનું જતન કરવું શા માટે મહત્વનું છે તે અંગે પણ તેમને માહિતી પ્રદાન કરવામાં આવી છે.”
સારસના સંરક્ષણની હકારાત્મક અસર ઉપરાંત યુપીએલએ સારસને લગતી આ ઉમદા પહેલ માટે વ્યાપક માન્યતા પ્રાપ્ત થઈ છે, જેણે એસીઈએફ એશિયન લીડર્સ ફોરમ અને એવોર્ડ્સ 2017, ઈન્ડિયા સીએસઆર લીડરશીપ સમિટ 2017, કોફી ફોર કોઝ: કન્વર્સેશન ઓન સસ્ટેનેબિલિટી એન્ડ સીએસઆર 2018, દૈનિક જાગરણ સીએસઆર એવોર્ડ 2019, 17મો ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ (એફજીઆઈ) એવોર્ડ 2021, 5મો ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ્સ અને વર્ષ 2023 માં એપ્રેસિએશન પ્લેક જેવા પ્રતિષ્ઠિત સન્માન-એવોર્ડ્સ મેળવ્યા છે.