UPLએ ગુજરાતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ સાથે ગ્રામીણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યો છે
- ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં યુપીએલ દધેડા ગામમાં 2.5 એકરનું તળાવ અને તલોદરામાં 11 એકરનું તળાવ બનાવી રહી છે
અમદાવાદ, 30 નવેમ્બર, 2024 – ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં તેના સમાવેશક વિકાસ અને વૃદ્ધિના થિમેટિક ફોકસ એરિયાના ભાગરૂપે યુપીએલ ગુજરાતના તલોદરા અને દધેડા ગામોમાં અસરકારક પ્રોજેક્ટ્સ દ્વારા ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે. આ પહેલ સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા સાથે કુદરતી સંસાધનોને જાળવી રાખવા પર ધ્યાન આપે છે.
આ પહેલ હેઠળ યુપીએલ વરસાદી પાણીના સંગ્રહ વધારવા તથા ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે તલોદરા ગામમાં 11 એકરનું તળાવ બનાવી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે તળાવની સીમા ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તથા બાયોડાયવર્સિટીને વેગ આપવા માટે 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચના અધિક કલેક્ટર શ્રી ધાંધલ, ભરૂચના સહાયક વનસંરક્ષક શ્રી આર ડી જાડેજા, ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વાઇલ્ડલાઇફ) સુશ્રી મીના, ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (સોશિયલ ફોરેસ્ટ્રી) શ્રી આર એસ રાહવીર, યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ શ્રી પ્રવિંદન ગઢવી અને યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ-સીએસઆર શ્રી રિશી પઠાનિયા ઉપસ્થિત રહ્ય હતા. આ તળાવની વોકવે અને સીટિંગ સાથે કાયાપલટ કરવામાં આવી રહી છે જે પર્યાવરણ અને સમુદાય બંને માટે લાભદાયક જગ્યા બનશે.
આ જ પ્રકારે દધેડામાં યુપીએલ જળ સંવર્ધન અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે 2.5 એકરનું તળાવ વિકસાવી રહી છે. આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના સંગ્રહને વધારવા, સ્થાનિક ખેતીને લાભ પૂરો પાડવા અને ભૂગર્ભ જળ સંસાધનોને ફરીથી ભરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. સમુદાયને જોડવા માટે અને કુદરતી સંસાધનોના સંવર્ધનમાં સામૂહિક પગલાં લેવાના મહત્વ પર પ્રકાશ પાડવા માટે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટમાં સ્થાનિક ટીમોએ ખેલદિલીની ભાવના સાથે સ્પર્ધા કરી હતી જેમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ, જીઆઈડીસી ઝઘડિયાના નોટિફાઇડ એરિયા ઓથોરિટીના આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી આકાશ વસાવા અને યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ શ્રી પ્રવિંદન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ અંગે યુપીએલના સીએસઆર-વાઇસ પ્રેસિડેન્ડ શ્રી રિશી પઠાનિયાએ જણાવ્યું હતું કે “યુપીએલ ખાતે અમારો હેતુ જવાબદાર પ્રથાઓ દ્વારા સમાજમાં ટકાઉ તથા હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. અમારી સામુદાયિક પહેલોના કેન્દ્રમાં સમાવેશ વિકાસ અને વૃદ્ધિ મહત્વપૂર્ણ છે. તળાવો વિકસાવીને, વૃક્ષો વાવીને અને ઇકોલોજીકલ બેલેન્સને પ્રોત્સાહન આપીને અમે કુદરતી સંસાધનોને પુનઃસ્થાપિત કરવા અને સામુદાયિક સુખાકારીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પ્રયાસો ગ્રામીણ સમુદાયોને તેમના પર્યાવરણના કર્તાહર્તા બનવા માટે સશક્ત કરે છે જે વધુ હરિયાળા અને સૌના માટે સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અમારા વિઝન સાથે જોડાયેલા છે.”
સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરતા ભરૂચના અધિક કલેક્ટર શ્રી ધાંધલે જણાવ્યું હતું કે “દધેડા અને તલોદરામાં યુપીએલ જે કામ કરી રહી છે તે શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે કે કેવી રીતે જાહેર-ખાનગી ભાગીદારીથી જળ સંવર્ધન અને જૈવવિવિધતા જેવી મહત્વની જરૂરિયાતો સંતોષી શકાય છે. આ પહેલ પર્યાવરણ તશા સમુદાયની સુખાકારી બંને પર કાયમી અસર છોડશે.”
આ ઉપરાંત યુપીએલે વિવિધ સંવર્ધન પ્રયાસો દ્વારા ઇકોસિસ્ટમને પુનઃસ્થાપવા અને તેનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા છે. સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં સારસની સંખ્યામાં 186 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે જેમની સંખ્યા 2015-16માં 500 હતી તે 2023-24માં વધી ને 1,431 થઈ છે. 2023-24માં ગુજરાતના ખંભાતમાં 132થી વધુ ગીધ હોવાનું નોંધાયું હતું. યુપીએલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 2,10,255થી વધુ વૃક્ષો પણ વાવ્યા છે અને ગુજરાતના દહેજમાં વાગરા તાલુકામાં દરિયાકિનારાના 200 એકર વિસ્તારમાં 4.17 લાખ મેન્ગ્રોવ રોપવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષોમાં 20થી વધુ કન્ઝર્વેશન સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે જેનાથી લગભગ 24 લાખ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. યુપીએલે સ્કૂલોમાં 5,400થી વધુ સભ્યો ધરાવતી 125 ઇકો-ક્લબ પણ ઊભી કરી છે અને 17,000થી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણની સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યું છે.
આ પ્રયાસો પર્યાવરણના જતન અને ટકાઉ વિકાસ માટે યુપીએલની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સુનિશ્ચિત કરે છે કે સમુદાયો તંદુરસ્ત ઇકોસિસ્ટમ સાથે ટકી શકે છે.