૧૦૮નાં મહિલા કર્મીનું પ્રસુતિની સારવાર દરમ્યાન મોત થતાં હોબાળો
સતલાસણાની ગાયનેક ભાવના હોસ્પિટલ પુનઃ વિવાદમાં સપડાઈઃ સરકારી તંત્રનું મૌન
મહેસાણા, મહેસાણા જીલલાના સતલાસણા ખાતે આવેલ ભાવના ગાયનેક હોસ્પિટલમાં એક પછી એક પ્રસુતિની સારવાર અર્થે આવેલી બે મહીલાના મોતથી હોસ્પિટલ પુનઃ વિવાદમાં સપડાઈ છે.
સતલાસણા સરતાનપુરા ગઢની પુત્રવધુ અને લોકોના જીવ બચાવવા એમ્બ્યુલન્સ ૧૦૮માં ફરજ બજાવતાં નીલમબેન પ્રકાશભાઈ ચૌધરીને ગત ૧૪મી એપ્રીલે પ્રસુતિની સારવાર અર્થે સતલાસણા ખાતે આવેલ ડો.અલ્પેશ એન.પટેલની ભાવના હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ત્યાં તેઓના તબીયત વધુ બગડતા સંઘના સારવાર અર્થે મહેસાણા અને અમદાવાદ લઈ જવાયા હતા. પરંતુ આજે સારવાર અને અમદાવાદ પરંતુ આજે સારવાર દરમ્યાન તેણીના મોતની સમાચાર મળતાં જ પરીવારજનો સહીત મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા.
સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુરની દીકરી નીલમબેન ચૌધરીના લગ્ન સરતાનપુર ગઢના પ્રકાશભાઈ ચૌધરી સાથે થયા હતા. મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરેલ નીલમબેન પ્રકાશભાઈ ચૌધરીના લગ્ન સરતાનપુર ાાગગઢાના પ્રકાશભાઈ ચૌધરી સાથે થયા હતા.
મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરેલ નીલમબેન પ્રકાશભાઈ ચૌધરી એમ્બ્યુલન્સ ૧૦૮માં ફરજ બજાવી લોકોના જીવ બચવવાના સેવાકાર્ય સાથે સંકળાયયેલા હતા. તેઓને ગત ૧૪ મી એપ્રીલના રોજ પ્રસુતિની સારવાર જરૂર હોઈ સતલાસણા ખાતે આવેલ ડો.અલ્પેશ એન.પટેલની ભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરીવારજનોના આક્ષેપ મુજબ તબીબને લાપરવાહીના લીધે નીલમબેનને તબીયત વધુ લથડતાં તેમને મહેસાણા ત્યારબાદ અમદાવાદ સઘન સારવાર અર્થે લઈ જવાયા હતા. પરંતુ ત્યાં સુધી દર્દી નીલમેબન ચૌધરીની હાલત વધુ ગંભીર બનતા તેમનું સારવાર દરમ્યાન જ મોત નીપજયું હતું.
આ મોત માટે નીલમબેનના પરીવારજનોએ સતલાસણાના તબીબી ડો.અલ્પેશ એન.પટેલને જવાબદાર ગણી હોબાળો મચાવતાં સમગ્ર સતલાસણા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.