કલોલના ચેખલામાં નવી સ્પોર્ટસ કલબના કોમન પ્લોટમાં બાંધકામથી હોબાળો
સોસાયટીના કોમન પ્લોટમાં નવી કલબ બનાવવા માટે કલબ અને બિલ્ડર વચ્ચે કેટલા કરોડની ડિલ થઈ તે સ્થાનીક રહીશોને ખબર નથી -કરોડો રૂપિયાની સોસાયટીના કોમન પ્લોટમાં કલબનું બાંધકામ શરૂ થતાં તંત્ર જાગ્યું
(એજન્સી)અમદાવાદ, કલોલ તાલુકાના ચેખલા ગામમાં સોસાયટીના કોમન પ્લોટમાં નવી સ્પોર્ટસ કલબનું બાંધકામ શરૂ કરી દેવાતા સોસાયટીના રહીશોએ વિરોધ કરતા છેવટે ઔડાએનોટીસ આપીને બાંધકામ બંધ કરી દેવા તાકીદ કરી છે. સોસાયટીના કોમન પ્લોટમાં નવી કલબ બનાવવા માટે કલબ અને બિલ્ડર વચ્ચે કેટલા કરોડની ડિલ થઈ તે સ્થાનીક રહીશોને ખબર નથી પરંતુ સોસાયટીના રહીશો અને નવા સભ્યો બંને પાસેથી કલબકના સભ્ય બનવા માટે મોટી રકમ ઉઘરાવી લેવામાં આવી છે.
રાજપથ કલબ અને કર્ણાવતી કલબે નવી જમીનો ખરીદીને કલબ બનાવવાનું શરૂ કરી દેતા સ્ટેડીયયમ સર્કલ પાસે આવેલી સ્પોર્ટસ કલબના સંચાલકો પણ નવી જમીનની શોધ કરી રહયા હતા. દરમ્યાનમાં કલોલ તાલુકાના ચેખલા ગામમાં શાંતિકૃપા એસ્ટેટ પ્રાઈવેટ લીમીટેડના એક કોમન પ્લોટમાં કલબ બનાવવાના વિચારણા કરવામાં આવી હતી.
ચેખલા ગામમાં શાંતિકૃપા એસ્ટેટ માઈલ્ડ સ્ટોન બિલ્ડીગ થલતેજ દ્વારા બંગલા અને બાંધકામ કરાયા હતા. તે દરમ્યાન કોમન પ્લોટની મોટી જગ્યા ખાલી પડી હતી તે દરમ્યાન સ્પોર્ટસ કલબકને જમીન પસંદ આવી જતા શાતિકૃપા એસ્ટેટના માલીકો સાથે જમીન ઉપર નવી સ્પોર્ટસ કલબ બનાવવા માટે ડીલ થઈ હતી. ડીલ મુજબ બાંધકામ શરૂ કરી દેવાતા સોસાયટી અને બંગલાઓમાં રહેતા રહીશોએ વિરોધ કર્યો હતો.
ત્યારે બિલ્ડરે રહીશો પાસેથી કલબના સભ્ય બનવા માટે ૧.પ૦ લાખ અને નવા સભ્યો બનાવવા માટે ૩.પ૦ લાખ ઉઘરાવી લઈ મામલો શાંત પાડી દીધો હતો. બિલ્ડરે સોસાયટીની જમીન પર નવી સ્પોર્ટસ કલબ બનાવવા માટે કેટલી રકમ મેળવી તેનો ચોકકસ આંકડો બહાર આવ્યો નથી. પરંતુ ઔડાએ બંને પાર્ટીને નોટીસ આપી છે. નોટીસમાં એવું જણાવ્યું છે કે સંબંધીત જગ્યામાં કલમ ૪૯ની પેટા કલમ ર ના ખંડ ક ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
તેથી હવે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમની કલમ ર૯ અને અન્ય કલમો હેઠળ ચાલુ બાંધકામ બંધ કરી દેવા જમીનને નોટીસ મળ્યાની તારીખથી સાત દિવસની અંદર મુળ સ્થિતીમાં લાવવા બાંધકામ બંધ નહી કરાય તો તોડી પાડવા તાકીદ કરી છે.