Western Times News

Gujarati News

અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વાસી જમવાનું આપતા હોબાળો

અમદાવાદ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હંગામો કર્યો. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને વાસી ભોજન અપાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને જમવામાં વાસી ભોજન અપાયુ હતુ. જેમા વાસી, સુકાયેલા પાંઉ અને પાણીથી તરબોળ ભાજી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ નીચી ગુણવત્તાના ભોજનનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વાસી પાંઉ અને ભાજી તો ખાવાલાયક ન હતા પરંતુ જે રાઈસ બનાવ્યા હતા તે પણ કાચા હતા. તે પણ ખાઈ શકાય તેમ ન હતા. વિદ્યાર્થીઓએ જમ્યા વિના જ ભોજન કચરામાં ફેંકી દઈ હોબાળો મચાવ્યો હતો.

મેસ સંચાલક પાસે વિદ્યાર્થીઓેએ નવુ ભોજન માગ્યુ હતુ. જાે કે મેસ સંચાલકે બીજુ ભોજન આપ્યુ ન હતુ. જેના કારણે અકળાયેલા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. ઘટનાને પગલે હોસ્ટેલ સંચાલક અને રેક્ટરને બોલાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સંચાલિત આ હોસ્ટેલ વિદ્યાર્થીઓની ફી થી લઈ જમવા સહિતનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પ્રથમવાર નથી કે ભોજનને લઈને સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી હોય. અગાઉ પણ અનેકવાર હોસ્ટેલમાં ખરાબ જમવાનુ આપવાને લઈને હોસ્ટેલ વિવાદમાં આવી ચુકી છે. આ અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવામાં જીવાત હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીઓ ખરાબ ગુણવત્તાના ભોજનને લઈને અનેકવાર દેખાવ કરી ચુક્યા છે પરંતુ હજુ તેમા કોઈ સુધાર જણાતો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.