નીતીશ કુમારના મહિલાઓ અંગેના નિવેદનથી હોબાળો: PM મોદીએ શું કહ્યું
નીતીશ કુમારે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી
(એજન્સી)ગુના, વસતી નિયંત્રણ પર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિવાદાસ્પદ નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ નિશાન પર લીધુ છે. પીએમ મોદીએ મધ્ય પ્રદેશના ગુનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આજે કહ્યું કે, ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર માતા-બહેન સાથે એવા ભાષામાં વાત કરી… તેમને કોઈ શરમ નથી. Uproar over Nitish Kumar’s statement on women
તેમણે કહ્યું કે, જે ઈન્ડિયા ગઠબંધનના નેતા ઝંડો લઈને ફરી રહ્યા છે અને જેઓ દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે જાત-જાતના ખેલ ખેલી રહ્યા છે. તે ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર, જે સભામાં માતા-બહેનો હાજર હતા ત્યાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં ગંદી વાત કરી.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, એટલું જ નહીં ગઠબંધનનો એક પણ નેતા માતા-બહેનો પર આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. તેઓ તમારું શું ભલુ કરી શકશે? કેવું દુર્ભાગ્ય આવ્યુ છે. દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છે. તમારા સમ્માનમાં જે થઈ શકશે તે હું કરીશ.
પીએમ મોદીએ આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તે લોકોને માત્ર પોતાના દીકરા-દીકરીની ચિંતા છે. કોંગ્રેસ દૂરનું નથી વિચારતી.વસતી નિયંત્રણ કરવા માટે મહિલાઓ વચ્ચે શિક્ષાના મહત્વ પર ભાર મૂકતા નીતીશ કુમારે ગઈ કાલે ગૃહમાં કહ્યું હતું કે, કેવી રીતે એક શિક્ષિત મહિલા પોતાના પતિને શારીરિક સબંધ દરમિયાન રોકી શકે છે. તેને લઈને વિપક્ષ તેને નિશાન પર લઈ રહ્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. જાે કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે ‘મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી.
નિતિશ કુમારે માફી માંગી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જાે કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે ‘મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, ‘જાે મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.
બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નીતિશ કુમાર બોલી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જાે છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે છોકરી અને છોકરાના લગ્ન થાય છે ત્યારે પુરુષ દરરોજ રાત્રે કરે છે એમાં વધુ બાળકો પેદા થઈ જાય છે. જાે છોકરી ભણે છે તો તેને અંદર ન રાખો. તેમણે માફી માંગતા જણાવ્યું હતું કે હંુ ખૂબ જ શરમ અનુભવી રહયો છું અને મારી નીંદા કરનારને પણ હું અભિનંદન આપું છું. નીતિશ કુમારે માફી માંગવા છતાં હોબાળો યથાવત રહયો છે.