Western Times News

Gujarati News

વસોમાં પ્રાઈવેટ દવાખાનામાં પ્રસૂતિ દરમિયાન મહિલાના મોતથી હોબાળો

share broker suicide

પ્રતિકાત્મક

માતરના સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું વસોમાં દવાખાનું હોવાનો આક્ષેપ

(પ્રતિનિધિ) નડિયાદ, માતર ના જાેરાશઈ ની એક પણિતાને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડીલેવરી કરાવવા ગઈ ત્યારે ત્યાંના સ્ટાફે આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને વસો માં પ્રાઇવેટ દવાખાનું ખોલીને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોક્ટરના દવાખાના મોકલી દીધી હતી. Uproar over the death of a woman during childbirth in a private hospital in Vaso Gujarat.

ત્યાં સિઝર કર્યા બાદ આ મહિલા નું મોત થતા તેમના કુટુંબી લોકોએ ભારે હોબાળો કરી મૂક્યો હતો અને લાશ લેવા ઇન્કાર કરતા મામલો બીજકાયો હતો આ મામલાને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માતરના જાેરાશઈ માં રહેતી એક મહિલા ગર્ભવતી બનતા તેને ડીલેવરી નો દુખાવો ઉપાડતા માતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા ત્યાંના સ્ટાફે મહિલાને તપાસ્યા બાદ આ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભરવાડ વસોમાં આવેલ ખાનગી દવાખાનામાં લઈ જવી પડશે

તેવું જણાવતા મહિલાના પરિવારજનો આ મહિલાને દુખાવો વધુ હોય તેને વસો લાવ્યા હતા ત્યાં ડોક્ટર ભરવાડે આ મહિલાને તપાસી હતી અને બે ત્રણ કલાક રાહ જુઓ તેવું જણાવ્યું હતું ડીલેવરી ના થાય તો સીઝર કરવું પડશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાને ડીલેવરી ના થતા તેને સીઝર કરવા માટે દવાખાનામાં આવેલા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા

ત્યાં સીઝર કર્યા બાદ મહિલાને બાળકનો જન્મ થયો હતો ત્યારબાદ મહિલાની તબિયત ધીમે ધીમે લથડી હતી પરિવારજનોનો એવો આક્ષેપ છે કે મહિલાને સીઝર કર્યા બાદ મહિલા ભાનમાં જ આવી નથી અને મોડી રાત્રે તેનું અવસાન થયું છે આ તમામ બાબતમાં ડોક્ટરની બેદરકારી તેમણે જણાવ્યું હતું

વસોમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવ્યો હતો અને લાશ લેવા માટે ઇન્કાર કરતા મામલો બીચકાયો હતો પરિવારજનોએ રોષ ઠાલવી ડોક્ટરને હાજર કરવા માટે માગણી કરી હતી પરિવારજનો દ્વારા ડોક્ટર અને હોસ્પિટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે

મરજનાર મહિલાના પરિવારજનો કહે છે કે વસોમાં ભડવાડ ની આવેલી હોસ્પિટલમાં હોસ્પિટલનું નામ કે કોઈપણ પ્રકારનું બોર્ડ ન હોવાથી કેમની ચાલે છે તેવા આક્ષેપ કયા હતા મહિલાના સંબંધી નટુભાઈ ચૌહાણ એવો આક્ષેપ કર્યો હતો કે અમો અમારા પુત્રની વહુને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા તે વખતે ત્યાંના નર્સ સ્ટાફે જણાવ્યું હતું કે

અહીંયા સીઝર ની કોઈ વ્યવસ્થા નથી માટે તમારે વસો લઈ જવી પડશે ત્યાં આ જ હોસ્પિટલના ડોક્ટર ભરવાડ દવાખાનું ચલાવે છે એટલે અમે લોકો વસો આવ્યા હતા અને ડોક્ટરે સીઝર કર્યા બાદ મોત થયું છે.

આમાં ડોક્ટરની બેદરકારી છે માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતાં તેના સ્ટાફે અમોને ખાનગી દવાખાનામાં મોકલ્યા તેના પાછળનું કારણ પૈસા પડાવવાનું ધંધો છે માટે આ લોકો સામે કડક કાર્યવાહી કરવા અમારી માંગ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.