UPSC/GPSC પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ એક અલાયદો વિભાગ ખુલ્લો મુકાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી દ્વારા UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ એક અલાયદો વિભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.જેમાUPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ
જેવી કે બેંક,તલાટી,પોલીસ સબ ઈન્સપેફ્ટર વગેરેની જગ્યાઓ માટે થતી ભરતીને આવરી લેતા વિષયોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સિવાય પુસ્તકાલયમાં જે પુસ્તકો ઉપલબ્ધ નથી હોતા તેવા પુસ્તકો આ લાયબેરી વિધાર્થીઓના મંતવ્ય અને માંગણી મુજબ મંગાવે પણ છે જેથી તેઓ યોગ્ય દિશામાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે.
અહીં વાંચવા આવતા પરિક્ષાર્થીઓનું કહેવું છે કે UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘણા મોંઘા હોય છે.જે મધ્યમવર્ગના પરિક્ષાર્થીઓ ખરીદી શકવાને અસમર્થ હોય છે. અને ના ખરીદો તો તેઓ તે જ્ઞાનથી વંચિત રહી જાય છે.
ત્યારે તેઓ પાસે ફકત એક જ વિકલ્પ રહે છે અને તે છે.પુસ્તકાલયને જાણ કે આ પુસ્તક અમને ખૂબ ઉપયોગી થઈ પડે એમ છે તો અમને તે ઉપલબ્ધ કરાવી આપો” તેઓની માંગને માન આપી કે જે ચોક્સી સાર્વજનીક પુસ્તકાલયે તે વિષયને લગતા ઘણા પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપ્યા છે.ભારત તેમ જ વિશ્વના ઇતિહાસ અને સાહિત્યને લગતા પુસ્તકો પણ આ વિભાગમાં ઉપલબ્ધ છે અને તે ખૂબ જ ઉપયોગી થઈ પડે એમ છે.
વિદ્યાર્થીઓને સતત વાંચનથી થાક ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ધરાવતા વાતાનુકૂલિત વાંચનખંડ ધરાવતા ભરૂચના જ્ઞાન સરોવર જેવા આ પુસ્તકાલયમાં વિધાર્થીઓને વાંચવાનો થોડો વધુ સમય મળે એ માટે પુસ્તકાલયનો સમય પણ લંબાવવામાં આવ્યો છે જેનો લાભ તેઓ લઈ રહ્યા છે.
અહી વાંચીને સફળ થનારા વિધાર્થીઓનું કહેવું છે કે “અમારી સફળતાનો મોટો શ્રેય કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીને જાય છે.અમે ઘરે રહી આવી ઉચ્ચ કક્ષાની પરિક્ષાની તૈયારી કરી જ ન કરી શકત પણ પુસ્તકાલયનું વાંચનલક્ષી વાતાવરણ અમને ખૂબ ઉપયોગી થઈ પડ્યું છે જે માટે આ પુસ્તકાલયના સંસ્થાપકોનો અમે સદા ઋણી છીએ.”