કૉડ ઉન્નતિ સેપ (SAP) ઇન્ડિયાની ડિજીટલ સાક્ષરતા વિકાસ પહેલ
ભારતને વધુ કુશળ બનાવતા – નવા ડિજીટલ રેડી ફ્યુચર સાથે જોડતા
કૉડ ઉન્નતિ સેપ (SAP) ઇન્ડિયાની કોર્પોરેટથી લઇને નાગરિક સુધી, ડિજીટલ સાક્ષરતા અને આઇટી કુશળતા વિકાસ પહેલ છે જેનો હેતુ ભારતમાં ડિજીટલ સમાવેશીતાનું સંવર્ધન કરવાનો છે. જૂન 2017માં લોન્ચ કરાયેલ કૉડ ઉન્નતિ ડિજીટલ લિટરસી અભ્યાસક્રમને પ્રાથમિકથી લઇને સેકંડરી અભ્યાસક્રમ સાથે સાંકળે છે અને યુવાનોમાં નેક્સ્ટ જેન ટેકનલોજીઓમાં કુશળતા પ્રદાન કરે છે અને યુવાનોમાં રોજગારીની તકો વિકસાવે છે.
ગુંજન સી પટેલ હેડ.સીએસઆર,એપીજે & સેપ ઇન્ડિયા જણાવ્યું હતું કે અમે ઘણી વખત યૂથ એમ્પાવરમેન્ટ અને ઇનેબલમેન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. જોકે અમારામાંના બહુ થોડા વંચિતોના જીવનમાં ખરેખર હાર્દની પ્રેરણા પૂરવામાં સફળ થયા છે. સમાનતા અને સક્ષમતા નીચલા પાયાથી જ શરૂ થવી જોઇએ. નિર્જન વિસ્તારોમાં જ્યાં લોકોને ખાવાનું પણ માંડ માંડ મળે છે ત્યારે ટેકનોલોજીકિલ દરમિયાનગીરીઓ તેમના જીવનમાં આશાનું એક કિરણ લઇને આવી છે. આવી અનેક પ્રેરણાદાયી વાર્તાઓમાંની એક વાર્તા છે કે ઇંગ્લીશ મીડિયમ સ્કુલના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની.
જેમણે ગુજરાતમાં અમદાવાદમાં યોજાયેલી રાજ્ય કક્ષાએ ઇન્ટર સ્કુલ સ્પર્ધામાં 2જુ ઇનામ જીત્યુ હતું. વિદ્યાર્થીઓ પંડ્યા રાજ અને મન ત્રિવેદી દીવાન બલ્લુભાઇ ઇંગ્લીશ મીડિયમ સ્કુલના છે અને ડિઝાઇનીંગ અને લેબ પ્રેક્ટિસમાં તેમણે અચરજ અપાવે તેવું કાર્ય કર્યુ હતું. પ્રોજેક્ટ કૉડ ઉન્નતિએ તેમને માર્ગ પર અને સર્કલો પર પોતાનો માર્ગ એમ્બ્યુલન્સ બનાવી શકે તે માટે સેન્સર સાથેના અને ટ્રાફિક જામ, ઇમર્જન્સી ડૉકટરની ઉપલબ્ધિ અને માર્ગ સલામતીના કિસ્સામાં પોલીસ સ્ટેશનને એલર્ટ સહિતના સ્માર્ટ સિટીના મોડેલ બનાવવા માટે તાલીમ આપી હતી. SNAPને રજૂ કરતા આ વિદ્યાર્થીઓએ એનિમેશન શીખ્યું છે અને ગેઇમ્સ ડેવલપ કરી છે. સોફ્ટ સ્કીલ, અસરકારક સંદેશાવહન અને કોમ્પ્યુટરાઇઝ્ડ થિંકીંગ અન્ય મહત્ત્વના વિસ્તારો છે જેની પર ધ્યાન અપાયું છે.
હેતુ આધારિત સંસ્થા હોવાના કારણે ન્યુ ડિજીટલ ઇન્ડિયાને સક્ષમ બનાવવાનું સેપ ઇન્ડિયાએ બીડુ ઝડપ્યું છે. અમારો હેતુ ફક્ત નાગરિકોને સક્ષમ બનાવવાનો જ નહી પરંતુ તેમને ફ્યુચર રેડી માટે તાલીમ આપવાનો પણ છે. કૉડ ઉન્નતિ અને ભારત ઇઆરપી જેવી પહેલ કરીને ડિજીટલ અર્થતંત્રને વેગ આપવાના પોતાના વચનને સેપ વળગી રહી છે; જે બન્ને નાગરિકો અને કારોબારોને નેક્સ્ટ જનરેશન ટેકનલોજીથી સક્ષમ બનાવવાના વિશિષ્ટ પ્રોગ્રામ છે.
- 700K+ નાગરિકોના જીવન પર સ્કીલ બિલ્ડીંગ પ્રોગ્રામ – “કૉડ ઉન્નતિ”ની અસર થઇ છે.
- 340+ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સેપ યુનિવર્સિટી એલાયન્સ પ્રોગ્રામની સભ્ય છે જે 3 મિલીયન વધુ વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શે છે.
કૉડ ઉન્નતિ હેઠળ વિદ્યાર્થીઓ ઔરડીનો પ્રોગ્રામીંગ, રોબોટિક્સ, ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્પ્યુટર ઓફિસ (એમએસ વર્ડ, એક્સેલ અને પાવર પોઇન્ટ)નો કન્સેપ્ટ પણ શીખી રહ્યા છે.
આજની તાતી સમસ્યાઓ પરના તાજા દ્રષ્ટિકોણ મેળવવા માટે આપણે દેશમાં યુવાનોને વધુ કુશળતા આપવાની તાતી જરૂરિયાત છે. હાલમાં 1.2 અબજ યુવાનો 1થી 24 વર્ષના વયજૂથના છે, જે વૈશ્વિક વસ્તીના 16 ટકા થવા જાય છે. ભારતની 90 ટકા વસ્તી (આશરે 1.18 અબજ) ડિજીટલી સાક્ષર નથી. ઓછુ ગુણવત્તાવાળી રોજગારી, શ્રમ બજારના મોટી સમાનતા, લાંબો અને અસુરક્ષિત શાળાથી કાર્યનો સંક્રાંતિકાળ સમજાવે છે કે શા માટે આજના યુવાનો પુખ્તો કરતા ત્રણ વધુ બેરોજગાર રહેવાની શક્યતા છે.*
નવા આઇડીયા અને પ્રગતિની કલ્પના કરો કે જેને આપણે આ ડિજીટલ ભાગલા દ્વારા પાછળ મુકતા આવીએ છીએ. ટેકનોલોજી દરેક કાર્યના મૂળમાં હોવાથી લોકને જોડવી અને અનુસરતા લોકોને મદદ કરવાની જવાબદારી આપણી છે. યુવાનોને ડિજીટલ સાક્ષરતા પૂરી પાડવાથી તેમને તેમના પગ ઊભા રહેવામાં મદદ મળશે. વિશ્વ ટેકનોલોજીની મદદથી એકત્ર થઇ રહ્યું છે અને આપણે આ ડિજીટલ ઝૂંબેશથી એકબીજાને સજ્જ કરવા પડશે
પ્રત્યેક ક્ષણ જતા દરેક સંસ્થાએ જે સમાજમાં ભાગીદારી કરવાનું વિચારે છે તેમાં યોગદાન આપવું જોઇએ. સેપ રચનાત્મક વૃદ્ધિમાં માને છે અને તેથી એક કોર્પોરેટ સાહસ તરીકે અમે ‘ડિજીટલ રાષ્ટ્ર’ બનાવવા તરફે પગલું ભર્યું છે. અમે રાષ્ટ્રના યુવાનોને કૉડ ઉન્નતિ, ભારત ઇઆરપી જેવી પહેલા મારફતે સક્ષમ બનવવા તરફે કામ કરી રહ્યા છીએ અને યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આમાં સાંકળીને ભારતાં 7.5 મિલીયન નાગરિકોના જીવનમાં પ્રકાશ રેડ્યો છે અને આતો ફક્ત શરૂઆત છે.
નાના બાળકો કે જેઓ જીવનથી અને સંશોધનથી ભરપૂર છે તેમની પાસેથી પ્રેરણા લઇને અમને સારું કરવાની અમારી યાત્રાને ઉત્તેજન મળ્યું છે. આપણે દરેકે ડિજીટલ ભાગલાને ઘટાડવા સંઘર્ષ કરવો જોઇએ અને સમૃદ્ધ ભવિષ્યની રચન કરવા તરકફે આપણા શ્રેષ્ઠ પ્રયત્નોને કામ લગાડવા જોઇએ.