બ્રિટનના હિથ્રો એરપોર્ટ પરથી બૉમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાતું યુરેનિયમ મળી આવ્યું
લંડન, બ્રિટનના હિથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બૉમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાતું યુરેનિયમ મળી આવ્યું છે. આ ઘટના બાદ ઘણા દેશોમાં તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુરેનિયમનું આ પેકેટ પાકિસ્તાનથી ઓમાન થઈને બ્રિટન આવ્યું હતું, જેને સુરક્ષા એજન્સીઓએ જપ્ત કર્યું છે, અને ત્યાર બાદ આતંકવાદ વિરોધી તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, પેકેટ ઉપર બ્રિટનમાં ઈરાન સાથે જાેડાયેલી એક ફાર્મનું સરનામું છે. આશંકા છે કે, આ પેકેટ પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓમાનથી બ્રિટન સુધી પહોંચ્યું છે. જાે કે, હજી સુધી એ પુષ્ટિ નથી થઇ કે આ પેકેટ બ્રિટનમાં કોને મોકલવામાં આવ્યું છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
યુરેનિયમનો મોટા પ્રમાણમાં પરમાણુ ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ ઘણું ખતરનાક હોય છે. પરંતુ, સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, હિથ્રો એરપોર્ટ પર ખુબ ઓછા પ્રમાણમાં યુરેનિયમ મળી આવ્યું છે, જેનાથી જનતાને કોઈ જ ખતરો નથી.
રિપોર્ટ અનુસાર, યુરેનિયમ ‘હથિયાર-ગ્રેડ’ ન હતું અને તે માટે થર્મો-પરમાણુ હથિયાર બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી.HS1MS