ઉર્ફી જાવેદ અભિનેતા રણવીર સાથે લગ્ન કરવા માગે છે

મુંબઈ, બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સ્ટાઈલના લીધે ચર્ચામાં રહે છે. હોલિવુડ ડિઝાઈનર હેરીસ રીડ દ્વારા ઉર્ફીના વખાણ થયા બાદ થોડા દિવસ પહેલા જ બોલિવુડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટે પણ ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ અંગે વાત કરી હતી.
રણવીરે ઉર્ફીને ‘ફેશન આઈકન’ ગણાવી હતી. જે જાણીને ઉર્ફી સાતમા આસમાને હતી. હાલમાં જ મીડિયાની સામે આવેલી ઉર્ફીએ એવું નિવેદન આપ્યું છે જે જાણીને રણવીર સિંહ પણ ચોંકી જશે. બ્લેક રંગના શિયર આઉટફિટમાં જાેવા મળેલી ઉર્ફીને મીડિયાના ફોટોગ્રાફર્સે કેટલાક સવાલ પૂછ્યા હતા.
જેમાં તેને રણવીરે કરેલા વખાણ અંગે પણ પૂછવામાં આવ્યું હતું. ઉર્ફીએ રણવીર અંગેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, “રણવીર મારો ફેવરિટ છે. જાે તેને બીજી પત્ની જાેઈએ દીપિકા પછી, આમ તો દીપિકા છે એટલે કોઈ જ ના જાેઈએ પણ જરૂર પડી તો હું છું.
ખાલી કહી રહી છું રણવીર.” ઉર્ફીએ મજાકમાં તો મજાકમાં પણ રણવીરની પત્ની બનવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. જણાવી દઈએ કે, ‘કોફી વિથ કરણ ૭’ના એપિસોડમાં રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જાેહરે રણવીરને સવાલ કર્યો હતો કે, “ખૂબ ઝડપથી કપડાં બદલવા કોના માટે ખરાબ સ્વપ્ન હશે?” જવાબ આપતાં રણવીરે કહ્યું હતું કે, “ઉર્ફી જાવેદ કારણકે તે ફેશન આઈકન છે.
બિગ બોસ ઓટીટી’ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની હતી. કંગના રનૌત અને કિયારા આલિયા અડવાણીને પાછળ છોડીને ઉર્ફી ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા સેલેબ્સની યાદીમાં ૫૭મા ક્રમે આવી હતી.SS1MS