ઉર્વશી રૌતેલા ફરીવાર રિષભ પંતને લઇ ચર્ચામાં, ઉડાવી હાઇટની મજાક
મુંબઈ, ક્રિકેટર ઋષભ પંતને લઈને ઉર્વશી રૌતેલા દરરોજ ચર્ચાઓમાં રહે છે. ફરી એકવાર અભિનેત્રી આ જ કારણે ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ લોકોને લાગે છે કે તે ક્રિકેટરની હાઈટની મજાક ઉડાવી રહી છે. જો કે હવે અભિનેત્રીએ પણ આ અંગે ખુલાસો કર્યો છે.
સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે ઉર્વશી રૌતેલાને જોડીને લોકો ઘણી મજા કરતા રહે છે. આ બંનેની ચર્ચા મીડિયામાં ત્યારથી શરૂ થઈ ગઈ હતી જ્યારે એક વાર ઉર્વશીએ આરપી કહીને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તે એક શૂટ માટે દિલ્હી ગઈ હતી ત્યારે આરપી નામના વ્યક્તિએ એક હોટલમાં આખી રાત તેની રાહ જોઈ હતી. અહીંથી લોકોને લાગ્યું કે તે ઋષભ પંત વિશે વાત કરી રહી છે.
જોકે, બાદમાં ઋષભ પંતે પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આ માત્ર તેનો પબ્લિસિટી સ્ટંટ છે અને ઉર્વશીથી પોતાનો પીછો છોડાવવાની વાત પણ કહી હતી. આ પછી ઘણીવાર બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ જોવા મળ્યો, પરંતુ આ વખતે મામલો અલગ જ નીકળ્યો છે.
તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા એક નવી મેટ્રિમોનિયલ જાહેરાત માટે ચર્ચાઓમાં આવી ગઈ છે અને લોકોને લાગી રહ્યું છે કે ફરી એકવાર અભિનેત્રી ઋષભ પંત વિશે વાત કરી રહી છે. જોવાવાળા એવું જ કહી રહ્યા છે કે ઉર્વશી ક્રિકેટરની હાઈટની મજાક ઉડાવી રહી છે, પરંતુ આ વખતે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખીને સ્પષ્ટતા કરી છે.
ઉર્વશીએ એક લાંબી પોસ્ટ કરી છે અને લખ્યું છે કે તેણે એડમાં જે પણ બતાવ્યું છે તે માત્ર સ્ક્રિપ્ટનો એક ભાગ હતો. તાજેતરમાં, ઉર્વશી રૌતેલા એક મેટ્રિમોનિયલ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી, જેમાં તે અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, ગાયકો અને ક્રિકેટરો વિશે વાતો કરી રહી છે. તે કહેતી દેખાઈ રહી છે કે, હું તમામ લોકોને મળી, જેમાં બિઝનેસમેન, એક્ટર્સ અને કેટલાક ક્રિકેટર પણ છે અને તેમાંથી ઘણા તો એવા છે કે જે મારી હાઈટના નથી.
આ એડ સામે આવતા જ લોકોને લાગ્યું કે અભિનેત્રી ઋષભ પંત તરફ ઈશારો કરી રહી છે અને તેઓ અભિનેત્રીને ટ્રોલ કરવા લાગ્યા. લોકોનું કહેવું છે કે ઉર્વશીએ ભલે ક્રિકેટરનું નામ ન લીધું હોય પરંતુ તે તેમની જ મજાક ઉડાવી રહી છે.
ઉર્વશીએ ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને લખ્યું, આ બ્રાન્ડની કોમન સ્ક્રિપ્ટ છે, ન કે કોઈ તરફ સીધો ઈશારો, પોઝિટિવિટી ફેલાવો. જવાબદાર હોવાને કારણે, હું સમજું છું કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકો પર તેની શું અસર પડી શકે છે.SS1MS