ઉર્વશીની માતા મીરાએ પંત માટે કરી ખાસ પાર્થના
મુંબઈ, શુક્રવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર કાર ડિવાઈડર કૂદીને ફંગોળાતા ભારતીય ક્રિકેટર રિષભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ન્યૂ યર પર તે પરિવારને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો હતો અને કાર પોતે ચલાવી રહ્યો હતો, એ દરમિયાન સહેજ ઝોકું આવી જતાં ઘટના બની હતી.
સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને ૨૫ વર્ષીય યુવા ખેલાડીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરાયા બાદ મેક્સ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. પંતની તબિયત ધીમે-ધીમે ઠીક થઈ રહી છે. ફેન્સ પણ તે જલ્દી રિકવર થાય અને ફરીથી તેને મેદાનમાં રમતો જાેવા મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આ દરમિયાન ઉર્વશી રૌતેલાના મમ્મી મીરા રૌતેલાએ પણ તેના માટે એક પોસ્ટ શેર કરી છે. મીરા રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર રિષભ પંતની ઈન્ડિયન જર્સીમાં જાેશ દેખાડી રહ્યો હોય તેવી તસવીર શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘સોશિયલ મીડિયાની અફવા એક તરફ અને તું જલ્દી સ્વસ્થ થઈ આંતરાષ્ટ્રીય સ્તર પર ઉત્તરાખંડનું નામ રોશન કરે તે બીજી તરફ. સિદ્ધબલિબાબા તારા પર વિશેષ કૃપા વરસાવતા રહે.
આપ તમામ પણ તેના માટે પ્રાર્થના કરો’. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં કેટલાક યૂઝર્સે તેમના વખાણ કર્યા છે તો કેટલાકે મજાક ઉડાવી છે. એક યૂઝરે લખ્યું છે ‘તમે ગમે એટલું સારું વિચારો પરંતુ લોકો તમારી મજાક જ ઉડાવશે. તેમને અવગણો. તમારી પોસ્ટ ગમી. તમે પોઝિટિવ છો’.
પંતના એક ફેન પેજે કોમેન્ટ કરી છે ‘ઉર્વશીના મમ્મી માટે રિસ્પેક્ટ’. એકે લખ્યું છે ‘તમારા જમાઈ ઠીક થઈ જશે ટેન્શન ન લો’, એક યૂઝરે મજાક કરતાં લખ્યું છે ‘સાસુમાના આશીર્વાદ હંમેશા કામમાં આવે છે’. ‘પંતને કપાળના ભાગમાં બે કટ આવ્યા છે, જેમાંથી એક તેની આંખ પાસે છે.
આ સિવાય તેને જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયું છે અને જમણા કાંડા, પગ તેમજ અંગુઠામાં પણ ઈજા થઈ છે. પંતની સ્થિતિ હાલ સ્થિર છે અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યાં તેનું એમઆરઆઈ કરવામાં આવશે અને આગળની સારવાર શરૂ કરાશે’. ક્રિકેટરને ચહેરા પર જે ઈજા પહોંચી છે તે માટે ખૂબ જલ્દી પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં આવશે.SS1MS