USમાં યુવતીને સાસુ માટે બોયફ્રેન્ડ જાેઈએ છે : રિપોર્ટ
ન્યૂયોર્ક: અમેરિકામાં રહેતી એક યુવતીએ ભાડા પર બોયફ્રેન્ડ માટે જાહેરાત આપી છે. રસપ્રદ વાત એ છે કે બોયફ્રેન્ડ તેના માટે નહીં પરંતુ તેની સાસુ માટે જાેઈએ છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર આ જાહેરાત હાલ વાયરલ થઈ રહી છે અને લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જાેઈએ છે. તે પણ માત્ર ૨ દિવસ માટે.
વાયરલ થયેલી જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જાેઈએ છે અને માત્ર બે દિવસ સુધી નકલી બોયફ્રેન્ડ બનનારી વ્યક્તિને ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતીઆ યુવતીની જાહેરાતમાં કહેવાયુ છે કે મને મારી ૫૧ વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે. બે દિવસ સુધી તેણે મારી સાસુ સાથે રહેવું પડશે જેના માટે તેને એક હજાર ડોલર (લગભગ ૭૨ હજાર રૂપિયા) મળશે. વાત જાણે એમ છે કે યુવતીને એક લગ્ન સમારોહમાં જવાનું છે.
જેમાં તે પોતાની સાસુને પણ લઈ જવા માંગે છે. તે ઈચ્છે છે કે આ લગ્ન પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય. ક્રેગલિસ્ટ પર અપાયેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે સાસુ સફેદ રંગના કપડા પહેરશે. ભાડાના બોયફ્રેન્ડે તેમની સાથે કપલની જેમ દેખાવવાનું નાટક કરવાનું રહેશે. જાહેરાતમાં ભાડાના બોયફ્રેન્ડ બનવા માટે ઉંમરનો પણ ઉલ્લેખ કરાયો છે.
યુવતીનું કહેવું છે કે તેને એક એવા વ્યક્તિની જરૂર છે જેની ઉંમર ૪૦ વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોય. તે સારો ડાન્સર હોય અને વાત કરવામાં પણ સારો હોય. રેડિટ પર જાહેરાત વાયરલ થયા બાદ યૂઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુવતીએ કમેન્ટમાં લખ્યું કે જ્યારે મે વાંચ્યું તો મે તરત મારા પતિ વિશે વિચાર્યું, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ મુશ્કેલ છે, પરંતુ ક્યારેક ક્યારેક તે ઠીક છે. ખુબ જ યોગ્ય સોદો છે, ભોજન અને મુસાફરની ચૂકવણી અલગથી મળી રહી છે. આનાથી વધુ સારું શું હોઈ શકે?