US અને રશિયા એક યૂનિક ભાગીદારી શેર કરે છેઃ બાઈડેન
જીનેવા, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વિવાદિત મુદ્દા ઉઠાવવામાં પાછળ નહીં રહે. બંને નેતાઓ વચ્ચે બુધવારે લગભગ ચાર કલાક સુધી બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે યુએસ અને રશિયા એક યૂનિક ભાગીદારી શેર કરે છે. બંને દેશોએ એવો સંબંધ બનાવવો જાેઈએ કે જે સ્થિર હોય અને જેના વિશે અનુમાન કરી શકાય.
જાે બાઈડેને વધુમાં કહ્યું, ‘હું ઈચ્છુ છુ કે હું જે કહી રહ્યો છે તે કેમ કહી રહ્યો છું અને જે કરી રહ્યો છું તે કેમ કરી રહ્યો છું તે વ્લાદિમિર પુતિન સમજે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે માનવાધિકાર અમેરિકીઓના ડીએનએ માં છે, આથી તેઓ આ મુદ્દાને સતત ઉઠાવતા રહેશે. આ શિખર બેઠક બાદ અલગ અલગ ન્યૂઝ કોન્ફરન્સ શિડ્યૂલ કરવામાં આવી.
જેનાથી તેની સફળતા પર શંકા પેદા થાય છે. ૨૦૧૮માં જ્યારે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી ત્યારે બંને નેતાઓના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જાેવા મળ્યો હતો. તે દરમિયાન પુતિને ટ્રમ્પને સોકર બોલ પણ ગિફ્ટ કર્યો હતો. સૌથી પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ બેઠક અંગે પત્રકારોને જાણકારી આપી.
તેમણે કહ્યું કે આ બેઠક રચનાત્મક રહી અને બંને નેતાઓની એક બીજાને સમજવાની ઈચ્છાને દર્શાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘અમેરિકા સાથે સંબંધોમાં સુધાર થશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આશાની એક કિરણ જાેવા મળી છે. અનેક મુદ્દાઓ પર અમારું આકલન અલગ છે પરંતુ મારા વિચારથી બંને પક્ષોએ એકબીજાને સમજવા અને નજીક આવવાની રીતને જાણવાની ઈચ્છાનું પ્રદર્શન કર્યું.’
ત્યારબાદ તરત અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પ્રેસને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે આમને સામને મુલાકાત સિવાય કોઈ વિકલ્પ નહતો. બાઈડેને કહ્યું કે, તેમણે પુતિનને જણાવ્યું કે તેમનો એજન્ડા રશિયા વિરુદ્ધ નથી પરંતુ પોતાના લોકોની સુરક્ષાનો છે. એલેક્સી નવલનીના સવાલ પર અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે જાે નવલનીને જેલમાં કઈ થશે તો તેના ભયાનક પરિણામ આવશે.
વાત જાણે એમ છે કે બાઈડેનને જ્યારે પૂછવામાં આવ્યું કે જાે રશિયાના સૌથી મોટા વિપક્ષી નેતા નવલનીનું જેલમાં મોત થઈ ગયું તો જેના પર બાઈડેને કહ્યું કે તેના ભયાનક પરિણામ આવશે. શિખર બેઠકમાં જ્યાં પુતિન કેટલા મુદ્દાઓ પર નરમ જાેવા મળ્યા ત્યાં કેટલાક મામલે તેમનું વલણ પહેલા જેવું જ રહ્યું.