Western Times News

Gujarati News

US પોતાના ૪૦૦ સૈનિકોની ગુજરાતમાં શોધખોળ કરશે

FIles Photo

અમદાવાદ: અમેરિકાના રક્ષા વિભાગે દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં ગુમ પોતાના ૪૦૦થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાનો પ્રયતન તેજ કરી દીધા છે. જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયૂ) સાથે હાથ મિલાવ્યો છે. એનએફએસયૂના વિશેષજ્ઞ અમેરિકાના રક્ષા વિભાગ અંતગર્ત કામ કરનાર એક અન્ય સંગઠન ડીપીએએની મદદ કરશે. ડીપીએએ એવું સંગઠન છે

જે યુદ્ધ દરમિયાન ગુમ અને બંદી બનાવવામાં આવેલા સૈનિકોના લેખા-જાેખા રાખે છે. એનએફએસયૂમાં ડીપીએએની મિશન પ્રોજેક્ટ મેનેજર ડો.ગાર્ગી જાનીએ કહ્યું કે અમેરિકાના લાપતા સૈનિકોના અવશેષોને શોધવામાં સંભવ મદદ કરવામાં આવશે. ડો. ગાર્ગીએ કહ્યું કે એજન્સીની ટીમો બીજા વિશ્વ યુદ્ધ, કોરિયાઇ યુદ્ધ, વિયતનામ યુદ્ધ, શીત યુદ્ધ અને ઇરાક અને ફારસની ખાડી યુદ્ધો સહિત અમેરિકાના ગત સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોની શોધીને તેમની ઓળખ કરી તેમને પરત લાવવાનો પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું કે ‘બીજા વિશ્વ યુદ્ધ, કોરિયાઇ યુદ્ધ, વિયતનામ યુદ્ધ અને શીત યુદ્ધ દરમિયાન અમેરિકાના ૮૧,૮૦૦ સૈનિક ગુમ થયા છે, જેમાંથી ૪૦૦ ભારતમાં ગુમ થયા હતા. ડો. ગાર્ગીએ કહ્યું કે એનએફએસયૂ ડીપીએએ તેમના મિશનમાં વૈજ્ઞાનિક અને લોજિસ્ટિક રૂપથી દરેક પ્રકારની મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.