US: પ્રથમવાર નાણામંત્રીના પદ પર કોઈ મહિલાની પસંદગી

વોશિંગટનઃ અમેરિકી સીનેટે જાણીતા અર્થશાસ્ત્રી જેનેટ યેલેનના અમેરિકાના પ્રથમ મહિલા નાણામંત્રી બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સીનેટ સોમવારે પુષ્ટિની સુનાવણી દરમિયાન યેલેનના સમર્થનમાં 84 તથા વિરોધમાં 15 મત પડ્યા હતા.
સીનેટની 100 સીટોમાંથી ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીઓ પાસે 50-5 સીટો છે. ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સંસદના ઉચ્ચ ગૃહના અધ્યક્ષ છે અને તેમનો મત અહીં ડેમોક્રેટને નિર્માણક લીડ પ્રદાન કરે છે. યેલેન ફેડરલ રિઝર્વના પૂર્વ અધ્યક્ષ રહ્યાં છે. તેઓ જલદી શપથ લઈ શકે છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેનના કેબિનેટમાં ત્રીજા મંત્રી છે, જેના નામની પુષ્ટિ સીનેટ અત્યાર સુધી કરી ચુક્યું છે
અમેરિકાના વિદેશ મંત્રીના પદ માટે નોમિનેટ ટોની બ્લિંકેનના નામ પર સીનેટની મોહર લાગવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બાઈડેનની કેબિનેટમાં ઘણા ભારતીયોને સ્થાન મળ્યું છે. વાઇટ હાઉસ પ્રશાસનની વાત કરીએ તો ત્યાં ભારતીય મૂળના નીરા ટંડનને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટર માટે ચૂંટવામાં આવ્યા છે. તો ભારતીય મૂળના ભારત રામામૂર્તિને વાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.