US-યુક્રેન વચ્ચે ખનીજ કરાર બાદ ડ્રોન હુમલામાં ૯ લોકોનાં મોત

રશિયા અને યુક્રેને સામસામે હુમલા કર્યા
શરૂઆતના હુમલા પછી યુક્રેને થોડો વિરામ લીધો અને પછી બચી ગયેલા લોકોને ખતમ કરવા માટે હુમલા કર્યા હતો
કીવ,
યુક્રેન અને અમેરિકા વચ્ચે ખનીજ કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા કલાકો પછી બન્ને દેશો વચ્ચે સામસામે હુમલા થયા હતા. યુક્રેનિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો જ્યારે ઓડેસા પર રશિયન હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. રશિયા દ્વારા નિયુક્ત વ્લાદિમીર સેલ્ડોએ આ માહિતી આપી હતી. સેલ્ડાએ ટેલિગ્રામ પર લખ્યું હતું કે, “હુમલા સમયે ઘણા લોકો બજારમાં હતા. તેમણે કહ્યું કે શરૂઆતના હુમલા પછી યુક્રેને થોડો વિરામ લીધો અને પછી બચી ગયેલા લોકોને ખતમ કરવા માટે હુમલા કર્યા હતા.
આ દરમિયાન ગુરુવારે વહેલી સવારે કાળા સમુદ્રના શહેર ઓડેસા પર રશિયન ડ્રોન હુમલામાં બે લોકો માર્યા ગયા અને ૧૫ અન્ય ઘાયલ થયા. યુક્રેનની ઇમરજન્સી સર્વિસે આ માહિતી આપી. ઓડેસાના ગવર્નર ઓલેસ કિપરે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટમાં એપાર્ટમેન્ટ, ઘરો, એક સુપરમાર્કેટ અને એક સ્કૂલને નુકસાન થયું હતું.
ss1