વજન ઘટાડવા માટેની દવાને અમેરિકાએ આપી મંજૂરી
વાશિગ્ટન, મેદસ્વિતા જેને સ્થૂળતા પણ કહેવાય છે. આ પણ એક જાતની બીમારી જ છે જેનાથી પીડિત લોકો ભારે ત્રસ્ત રહે છે. હવે મેદસ્વિતાથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી છે. તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ દવા ઊંઘ દરમિયાન શ્વાસની તકલીફથી પીડાતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે.
આ રોગને ઓએસએ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ તેને પ્રથમ વખત એન્ટિ-ડાયાબિટીક દવા તરીકે મંજૂરી આપી છે. તે ઝેપબાઉન્ડ તરીકે ઓળખાશે. પુખ્ત વયના લોકોમાં સ્થૂળતા-સંબંધિત ઓએસએને નિયંત્રિત કરવા માટે આ દવાને મંજૂરી આપવામાં આવી છે.
જેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.મધ્યમથી ગંભીર ઓએસએની સારવાર હાલમાં મદદરૂપ શ્વસન ઉપકરણો જેમ કે સીપીએપી અને બીઆઈ-પીએપીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
ઝેપબાઉન્ડ ઉત્પાદક એલોય લિલીએ જણાવ્યું હતું કે જો તમામ મંજૂરીઓ મળી જશે, તો અમે ભારતમાં આ ઈન્જેક્શનને ૨૦૨૫ સુધીમાં મોન્જારો બ્રાન્ડના નામ હેઠળ લોન્ચ કરીશું. દવાની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.SS1MS