હવેથી US ભણવાં જવા માંગતા વિદ્યાર્થીઓ 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વીઝા માટે અરજી કરી શકશે
અમદાવાદ: અમેરિકાની સરકાર દ્વારા એફ (F Catagory પરંપરાગત શૈક્ષણિક) અને એમ (M Catagory-વોકેશનલ) બંને કાર્યક્રમો માટેના નવા I-20 વિઝા નિયમો દર વર્ષે યુએસ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેઓ હવે તેમના સ્ટુડન્ટ વિઝા માટે એક વર્ષ અગાઉ અરજી કરી શકશે. US-bound students in India may get F-1 and M-1 visa applications a year in advance
Mission India issued a record number of student visas last year – 62,000 — and will see even more students this year. Check out Consular officers give some updates for this student visa season! pic.twitter.com/7y1WRVWUZF
— U.S. Embassy India (@USAndIndia) April 29, 2022
વિદેશી શિક્ષણ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અગાઉના નિયમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસક્રમ શરૂ થવાના માત્ર 120 દિવસ (ચાર મહિના) પહેલા વિઝા માટે અરજી કરવાની છૂટ હતી. જ્યારે શૈક્ષણિક સિઝન પહેલા ધસારો વધુ હોય છે, ત્યારે ઘણા ઉમેદવારો જોડાવાની સમયમર્યાદા ચૂકી જાય છે કારણ કે તેઓને વિઝા ઇન્ટરવ્યુની તારીખ સમયમર્યાદાની ખૂબ નજીક અથવા તેના પછી મળે છે.
“F અને M વિદ્યાર્થીઓના વિઝા હવે I-20 પ્રોગ્રામની શરૂઆતની તારીખના 365 દિવસ અગાઉ જારી કરી શકાય છે, જે વિદ્યાર્થીઓને વિઝા માટે અરજી કરવા માટે વધુ સમય આપે છે. આ ઉપરાંત વિઝા મળી ગયા બાદ ટીકીટ બુકીંગ કરાવવામાં પણ સરળતા રહે છે. છેલ્લી ઘડીએ ટિકીટ બુક કરાવવામાં ટિકીટ મોંઘી પડતી હોય છે.
☑️ Students must prove that they meet the “credible student standard:” that you are prepared for your course of study, plan to use your student visa appropriately, and have a financial plan to pay for your education.
☑️If you were refused under section 214(b), you did not… pic.twitter.com/oEpsU0pkE5— U.S. Consulate Mumbai (@USAndMumbai) July 28, 2023
વિદ્યાર્થીઓને તેમના પ્રોગ્રામની શરૂઆતની તારીખના 30 દિવસ પહેલા સ્ટુડન્ટ વિઝા પર યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી નથી,” 21 ફેબ્રુઆરીના રોજ યુએસ સરકારના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ભાવિન ઠક્કરે જણાવ્યું હતું કે જો ઉમેદવારને પ્રસ્થાનની તારીખની નજીક વિઝા મળી જાય તો પણ તેણે ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચવા પડે છે. “ટિકિટના દર ઘણીવાર પીક સીઝનમાં સામાન્ય ભાડા કરતાં 2-2.5 ગણા વધી જાય છે.
અમેરિકા આવતા વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવા અંગે US consulate Mumbai ના પ્રતિનિધીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને મુંબઈમાં અમારી પાસે એક મોટી સુવિધા છે, જેને એજ્યુકેશન યુએસએ (Education USA) કહે છે. અમે લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને મફત સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં કેવી રીતે અરજી કરવી, વિઝા પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે, શિષ્યવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રક્રિયા હવે 365 દિવસ અગાઉથી થઈ રહી છે, વિદ્યાર્થીઓ નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અમેરિકા જવા માટે સમયસર ટિકિટ બુક કરી શકશે,”
અત્યાર સુધી 4 મહિના (120 દિવસ પહેલાં) એડવાન્સ વીઝા માટે અરજી કરવાનું થતું હતું પરંતુ તેમાં સૌથી મોટી અડચણ એ આવતી કે ઘણા વિદ્યાર્થીઓને છેક નજીકની ડેટ મળતી અને તેમાં ઘણા વીઝા અરજીમાં રિજેક્ટ થતા અને આ દરમિયાન તેમણે ટિકિટ પણ બૂક કરાવી રાખેલી હોય છે તેથી આવા કિસ્સામાં તેમણે ઘણું નુકશાન વેઠવું પડતું હતું પરંતુ હવે વિદ્યાર્થીઓને 1 વર્ષની અંદર ખબર પડી જશે કે તેમને વીઝા મળવાના છે કે નહીં.