Western Times News

Gujarati News

અમેરિકન કંપનીઓને ભારતના સ્કિલ્ડ વર્કર્સની ખાસ જરૂર: H1B વિઝાની સંખ્યા વધારવા ડિમાન્ડ

ભારતના સ્કીલ્ડ વર્કર્સને અમેરિકાના વિઝા ઝડપથી મળે તે માટે પ્રયત્નો-ટ્રેડ પોલિસી ફોરમમાં ભારત સ્કીલ્ડ વર્કર્સ માટે ફાસ્ટ ટ્રેક વિઝાનો મુદ્દો ઉઠાવશે

નવી દિલ્હી,  ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ પોલિસી ફોરમમાં ચર્ચા થવાની છે જેમાં ભારત સ્કીલ્ડ વર્કર્સ માટે ફાસ્ટ ટ્રેક વિઝાનો મુદ્દો ઉઠાવશે. ભારત અને યુએસ વચ્ચે બિઝનેસમાં વધારો થાય તેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે. પરંતુ પ્રોફેશનલ લોકોને ઝડપથી અમેરિકાના વિઝા મળે તે સૌથી મહત્વનો મુદ્દો છે. આ ઉપરાંત લેપટોપ અને બીજા આવશ્યક સામગ્રીની આયાત અંગે પણ વાતચીત થશે. US companies especially need India’s skilled workers: demand to increase number of H1B visas

ભારતે પર્સનલ કમ્પ્યુટર્સ, લેપટોપ અને બીજા આઈટી હાર્ડવેરની આયાત માટે ઓથોરાઈઝેશનની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. તે વિશે અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. આગામી ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ટ્રેડ પોલિસી ફોરમ (ટીપીએફ)ની વાતચીત થવાની છે. તેમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા અમેરિકન ટ્રેડ પ્રતિનિધિઓ હાજર રહેશે. અમેરિકા એ ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.

એપ્રિલથી ઓક્ટબરના ગાળામાં ભારતમાંથી ૪૪.૪૭ અબજ ડોલરની નિકાસ કરવામાં આવી હતી જ્યારે ૨૪.૮૭ અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી. ભારતની કેરી અને દ્રાક્ષ માટે અમેરિકામાં મોટું બજાર મળે તે માટે પણ પ્રયત્નો જારી છે. અમેરિકન કંપનીઓને ભારતના સ્કિલ્ડ વર્કર્સની ખાસ જરૂર છે અને તેના વિઝાની સંખ્યા વધારવા તથા પ્રોસેસ ઝડપી બનાવવા માટે ઘણી વખત ડિમાન્ડ કરવામાં આવી છે.

અમેરિકાના ક્રિટિકલ ક્ષેત્રોમાં લોકોની અછત ન પડે અને સ્કિલ્ડ વર્કસ અમેરિકામાં આવીને કામ કરી શકે તથા ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે બાઈડેન વહીવટીતંત્ર આગળ કાર્યવાહી કરશે. તાજેતરમાં પ્રેસિડન્ટ બાઈડેને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં સ્કિલ્ડ વર્કર્સને સરળતાથી હાયર કરી શકાશે. ખાસ કરીને STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના નિષ્ણાત લોકો માટે અમેરિકાના દરવાજા ખુલી જશે.

વર્ષ ૨૦૨૩માં અમેરિકન વિઝા માટે પોલિસીમાં ઘણો ફેરફાર થયો છે જેનાથી એપ્લિકેશન પ્રોસેસ થવાની ઝડપ વધી છે. હવેથી એચ-૧બી વિઝાને રિન્યુ કરવા માટે ભારતીયોએ સ્વદેશ પરત આવવું પડતું નથી. તેઓ અમેરિકામાં જ તેમના વિઝાને ડોમેસ્ટિક સ્તરે રિન્યુ કરાવી શકશે.

જોકે, આ એક પાઈલટ પ્રોજેક્ટ છે અને શરૂઆતમાં માત્ર ૨૦,૦૦૦ લોકોને તેનો લાભ મળશે. પ્રોગ્રામ સફળ રહેશે તો વધુ લોકોને તેમાં સામેલ કરવામાં આવશે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે ભારતીય કામદારો તેમના વિઝાને ડોમેસ્ટિક સ્તરે રિન્યુ કરાવી શકશે, પરંતુ તેમના આશ્રિતો, કે પતિ -પત્નીએ પહેલાની જેમ જ પ્રોસેસ કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.