Western Times News

Gujarati News

અમેરિકાના વિઝા માટે એજન્ટો પાસે લેવાતી 2000 એપોઈન્ટમેન્ટ યુએસ એમ્બેસીએ રદ કરી

ઓટો બોટ્સ દ્વારા કરવામાં આવેલી અને એજન્ટો દ્વારા લગભગ 20 થી 25 હજાર લઈને એપોઈન્ટમેન્ટ બુક કરી આપતા હતા, તેવી લગભગ 2000 એપોઇન્ટમેન્ટ રદ કરી છે 

ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સ (US consulate in India) દૂતાવાસે 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી છે. યુએસ એમ્બેસીએ આ પાછળનું કારણ છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ ગણાવી છે. Consular Team India is canceling about 2000 visa appointments made by bots.

યુએસ એમ્બેસીએ બુધવારે (26 માર્ચ) જણાવ્યું હતું કે, “દૂતાવાસે એપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં છેતરપિંડીભરી પ્રવૃત્તિ અથવા બોટ્સ ઓળખી કાઢ્યા છે અને તેમના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દીધા છે.”

યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ કહ્યું, “ભારતમાં દૂતાવાસની ટીમે બોટ્સ દ્વારા કરવામાં આવેલી લગભગ 2000 એપોઇન્ટમેન્ટ રદ કરી છે. અમારી શેડ્યુલિંગ નીતિનું ઉલ્લંઘન કરનારા એજન્ટો અને ફિક્સરો સામે અમારી જીરો ટોલરેન્સની નીતિ છે.”

આ ઉપરાંત, દૂતાવાસે તેની પોસ્ટમાં લખ્યું, “અમે તાત્કાલિક અસરથી બધી એપોઇન્ટમેન્ટ રદ કરી રહ્યા છીએ અને તેમની સાથે સંબંધિત તમામ ખાતાઓના તમામ શેડ્યુલિંગ વિશેષાધિકારોને પણ સ્થગિત કરી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં પણ છેતરપિંડી સામે અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમે છેતરપિંડી કરનારાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોમાં, યુએસ B1 અને B2 વિઝા જારી કરવામાં મોટો બેકલોગ રહ્યો છે, જે વ્યવસાય અને પ્રવાસન મુસાફરી માટે આપવામાં આવે છે. તે જ સમયે, વર્ષ 2022-23 માં, આ સમય મર્યાદા 800 થી 1,000 દિવસ હતી, જેને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતીય અરજદારો માટે ફ્રેન્કફર્ટ અને બેંગકોકમાં વિઝા એપોઇન્ટમેન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.