US Election: ટ્રમ્પ-બીડેનનો એક ટકા હિન્દુ મતદારો માટે પ્રચાર શરૂ
પ્રમુખપદની ચૂંટણી પૂર્વે હિન્દુ મતદારોને રીઝવવા ખેંચતાણ
ટ્રમ્પે ફરીથી ચૂંટાશે તો હિન્દુના ધાર્મિક તહેવારો-સ્વતંત્રતામાં આડે આવતા તમામ અવરોધોને દૂર કરવાનું વચન આપ્યું
વોશિંગ્ટન, અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ધાર્મિક જૂથોને પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસો શરૂ થયા છે. આ વખતે ભારતીય હિન્દુ મતદારનો આકર્ષવા માટે ખાસ્સી ખેંચતાણ છે.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરિફ ડેમોક્રેટ જો બીડેન વચ્ચે ભારતીય મતદારોને પોતાની તરફ કરવા માટે ખેંચતાણ શરૂ થઈ છે. ૨૦૧૬માં અમેરિકાની વસ્તીમાં ભારતીય હિન્દુઓની ટકાવારી લગભગ એક ટકા હતી. ટ્રમ્પે જો તેઓ ફરીથી વ્હાઇટ હાઉસમાં ચુંટાશે તો હિન્દુઓના ધાર્મિક તહેવારો અને તેમની સ્વતંત્રતામાં આડે આવતા તમામ અવરોધોને દૂર કરવા વચન આપ્યું છે.
બીજી તરફ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેને કહ્યું હતું કે હિન્દુ મતદારોનો સંપર્ક કરવામાં તેમણે જ સૌ પ્રથમ પ્રયાસો કર્યા હતા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પહેલી જ વાર ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં ૧૪ ઓગસ્ટે ‘ટ્રમ્પ માટે હિન્દુ અવાજ’ ઝુંબેશની શરૂઆત કરાઇ હતી. તેના બે દિવસ પછી હિન્દુ સમુદાયના પ્રખ્યાત નેતા નીલિમા ગોનુગુનતુલાએ ડેમોક્રેટિક રાષ્ટ્રીય સંમેલનને શરૂ કરવા માટે આંતર ધર્મી પ્રાર્થનામાં ભાગ લીધો હતો. બિડેનના પ્રચારકોએ કહ્યું હતું કે અહીં હિન્દુઓના રાજકીય પ્રભાવને વધારવાનો પ્રયાસ કરાય છે.
ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં કહેવામાં આવ્યું હતું કે ‘સમાવેશી અર્થતંત્ર, ભારત-અમેરિકાના સબંધો અને તમામ ધર્મોને સ્વતંત્રતાને સમર્થનનો કોઇ જવાબ નથી.ટ્રમ્પ ફરીથી પ્રમુખ બનશે તો ધાર્મિક સ્વતંત્રતા આડેના તમામ અવરોધો દુર કરાશે. તો આ તરફ બિડેનની પ્રચાર ઝુંબેશમાં કહેવામાં આવ્યું હતું કે અમારા અભિયાનમાં અનેક હિન્દુ નેતાઓ સામેલ થયા હતા.