H1B વિઝા ધારકો મુદત વધારવા અમેરિકામાં રહીને જ સ્ટેમ્પીંગ કરાવી શકાશે

વોશિંગ્ટન, અમેરિકામાં ભારતીય સહિતના ટેક નિષ્ણાંતો માટે આકર્ષણ બનેલા એચવન-બી વિઝામાં હવે બાઈડન તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે
એચ-1બી (H-1B) એ યુનાઇટેડ સ્ટેટ્સમાં એવો વિઝા છે જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, સેક્શન 101(એ)(15)(એચ) (101(a)(15)(H)) હેઠળ નોન-ઇમિગ્રેશન છે.
તે યુ.એસ. (U.S.)ના નોકરીદાતાઓને વિશેષતા ધરાવતા વ્યવસાયોમાં કામચલાઉ ધોરણે વિદેશી કામદારોની ભરતી કરવાની છૂટ આપે છે. જો એચ-1બી (H-1B) દરજ્જાનો વિદેશી કર્મચારી કામ છોડે અથવા પ્રાયોજક નોકરીદાતા તેને છૂટો કરે તો કર્મચારીએ અન્ય નોન-ઇમિગ્રન્ટ દરજ્જા માટે અરજી કરીને તે દરજ્જો મેળવવો જ પડે
અથવા અન્ય નોકરીદાતાની શોધ કરવી પડે (દરજ્જામાં ફેરફારની અરજી અને/અથવા વિઝામાં ફેરફારને આધિન), અથવા યુનાઇટેડ સ્ટેટ્સ છોડવું પડે.
અને હવે આ એચવન-બી વિઝા ધરાવનારને તેમના આ વિઝાના સમયગાળામાં જ એકસટેન્શન સ્ટેમ્પ લગાવવા માટે મંજુરી મળી જશે. હાલની સ્થિતિમાં એચવન-બી વિઝા ધારકોને તેના વિઝાની મુદત પુરી થયા બાદ અમેરિકા છોડવુ પડે છે અને તેઓ ફરી એક વખત આ વિઝાની મુદત એકસટેન્ડ થાય અથવા તો નવા વિઝા મેળવે તો જ અમેરિકામાં પરત ફરી શકે છે.
પરંતુ બાઈડન તંત્રએ હવે તેમાં એક સુધારો કર્યો છે અને એચવન-બી વિઝા ધારકના વિઝા જો લંબાવવાની એડવાન્સ મંજુરી મળે તો તે અમેરિકામાં હશે તે સમયે જ તેના પાસપોર્ટ પર વિઝાની મુદત વધારાનો સ્ટેમ્પ લાગી જશે જેના કારણે તેમણે અમેરિકા છોડવુ પડશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, H1B રોકાણનો ગાળો ત્રણ વર્ષનો છે જે વધીને છ વર્ષ થઇ શકે છે. ચોક્કસ સંજોગોમાં મહત્તમ રોકાણના ગાળાના અપવાદ મળે છે.
- કામદાર પ્રમાણપત્ર અરજી દાખલ કરવામાં આવી હોય અને ઓછામાં ઓછા 365 દિવસથી પેન્ડિંગ હોય તો અવધિમાં એક વર્ષનું લંબાણ અને,
- આઇ-140 (I-140) ઇમિગ્રેશન પિટીશન મંજૂર કરવામાં આવી હોય તો અવધિમાં ત્રણ વર્ષનું લંબાણ.
રોકાણના સમયગાળા પર મર્યાદા હોવા છતાં વિઝા અસલમાં જેના માટે ઇશ્યૂ કરવામાં આવ્યા હોય તે કામમાં જ વ્યક્તિ રહે તેવી કોઇ જરૂરિયાત નથી. તેને એચ1બી (H1B) પોર્ટેબિલિટી અથવા ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે, જે નવો નોકરીદાતા અન્ય એચ1બી (H1B) વિઝાને પ્રાયોજન કરે તેના પર આધારિત છે જે ક્વોટાને આધિન હોય અથવા ન હોય. કર્મચારી-નોકરીદાતા વચ્ચેના સંબંધનો અંત આવે તો વર્તમાન કાયદા હેઠળ એચ1બી (H1B) વિઝા હેઠળ કોઇ છૂટછાટનો ગાળો નથી.