‘જેટલી વાર આપણે એક મિત્ર ગુમાવીએ તેટલી વાર આપણું મૃત્યુ થાય છે’!

વિશ્વના રાજકારણમાં રાજકીય મિત્રતા, અંગત દોસ્તી માં પરિણમે છે ત્યારે રાજકારણ ભુલાય છે અને વિશ્વાસનિયતાભર્યો સાથ એ જ ‘દોસ્તી’ નું લક્ષ્ય બને છે!!
તસવીર ભારતના આઝાદીનો ઇતિહાસ તપાસીએ તો પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ને બ્રિટિશ ગવર્નર જનરલ માઉન્ટબેટન સાથે વિશ્વસનીયતા ભરી દોસ્તી હતી તેની આ બોલતી તસ્વીર છે પંડિત જવાલાલ નેહરુ ને અમેરિકાના પ્રમુખ જાેન કેનેડી સાથે ઘણી મિત્રતા હતી
ભારત શરૂઆતમાં આઝાદીની લડાઈ માંથી ઊભું થયું હતું ત્યારે અમેરિકાએ પીએલએ ૪૮૦ હેઠળ ભારતને વિનામૂલ્યો ઘઉં આપતું હતું! આ દોસ્તી હતી તેની આ બોલતી તસ્વીર છે ત્યાર પછી રાજકીય દોસ્તીનો ઇતિહાસ તપાસીએ તો ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને રશિયાના સત્તાધીશ મિખાયેલ ગોર્બોચે સાથે સંબંધ હતો
અને આ દોસ્તી માં રશિયાએ ઇન્દિરા ગાંધીને પાકિસ્તાન સામેના યુદ્ધમાં નવમો કાફલો મોકલીને સહાય કરી હતી! તેની એક યાદગાર તસવીર છે ડોક્ટર મનમોહન સિંહ એક આદર્શ અને કર્મશીલ વડાપ્રધાન હતા તેમની સાથે બરાક ઓબામાની ગહેરી દોસ્તી હતી અમેરિકા ‘મંદી’માં સપડાયું
ત્યારે અમેરિકાને મંદીમાંથી બહાર કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન ઓબામાં ને આપ્યું હતું દોસ્તી નિભાવી હતી અને ભારતે આ રીતે અમેરિકા સાથે દોસ્તી નિભાવી હતી!! આમ ઉપરોક્ત તમામ નેતાઓને અદભુત મિત્રતા હતી અને આવા અનેક વિશ્વાસ પાત્ર રાજકીય મિત્રો હતા
ત્યાર પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને રાજકીય દોસ્તી ડોનાલ્ડટ્રમ્પ સાથે થઈ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જાેનસ સાથે થઈ! રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ જાપાનના વડાપ્રધાન શિન્જાે આબે સાથે થઈ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ સાથે પણ ઘાડ દોસ્તી હતી
જાે કે આજે આ તમામ રાજકીય દોસ્તો એ સત્તા ગુમાવી છે!! પરંતુ દોસ્તી ક્યારેય બદલાતી પરિસ્થિતિમાં પડદા પાછળ જતી રહે છે! પરંતુ જ્યારે મિત્ર ‘જિંદગી’ ગુમાવે છે ત્યારે સાચી દોસ્તી એ ભૂલી શકાતી નથી તાજેતરમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જાે આબેણી જાહેરમાં ર્નિમમ હત્યા થઈ તેનાથી સમગ્ર વિશ્વને આઘાત લાગ્યો!
વિશ્વ ચોકી ગયું રાજકીય અત્યાઓનો યુગ વિશ્વમાં ચાલુ જ રહ્યો છે અને અટકતો નથી!! તેનું સંશોધન, ઈલાજ કરવાની જરૂર છે મહાત્મા ગાંધી, શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ડોક્ટર માર્ટીન લ્યુથર કિંગ, ઓસ્ટ્રેલિયાના આર ડ્યુક ફનાડીજ, રશિયાના ગેગ્રી અમેરિકા અબ્રાહમ લિંકન અમેરિકાના જે એફ કેનેડી પછી
હવે જાપાનના પૂર્વ પીએમ શિન્જાે આબેની હત્યા થઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મિત્ર ગુમાવ્યા ની લાગણી સાથે અત્યંત વેદના સમયે હૃદય સાથે કહ્યું કે ‘દુનિયાની વધુ સારી જગ્યા બનાવવા જ તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું આ શબ્દો અત્યંત ગંભીર છે! અત્યંત ચિંતાત્માક અને હૃદયમાંથી બોલાયેલા શબ્દો છે
ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ચાલતી રાજકીય કટોતા, સમગ્ર વિશ્વમાં ચાલતા સત્તાના અહંકારમાં દુનિયા અને માનવીય સંબંધો બરબાદ થઈ રહ્યા છે! ‘મૃત્યુ’ નિશ્ચિત છે ત્યારે દુનિયામાં સ્વર્ગ રચાય તેવા પ્રયત્નો કરવામાં વિશ્વના નેતાઓ પ્રયાસ કરશે તો એ નરેન્દ્ર ભાઈ મોદીએ જાપાનના વડાપ્રધાનને આપેલી શ્રદ્ધાંજલિ યથાર્થ ગણાશે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
‘રાજકીય હત્યા’નો ઇતિહાસ હૃદયને હચમચાવી નાખનારો છે માટે નેતાઓ આજે રાજકીય દ્વેષભાવ નહીં છોડે તો આવતીકાલ આ દુનિયા કોઈના પણ ‘મોત’નું કારણ બની જશે!
આલ્બર્ટ હુડ નામના વિચારે કે કહ્યું છે કે ‘‘તમારો મિત્ર તમારી તમામ મર્યાદાઓથી પરિચિત છે છતાં એ તમને ચાહે છે’’!! જ્યારે સાયરસ નામના વિચારે કહ્યું છે કે ‘‘જેટલી વાર આપણે એક મિત્ર ગુમાવીએ તેટલી વાર આપણું મૃત્યુ થાય છે’’!! ભારતના રાજકીય મિત્રોનો ઇતિહાસ ઘણો જૂનો છે
ભારતની આઝાદીની લડાઈથી આજ સુધી સમય સાથે રાજકીય દોસ્તી ઉજાગર થતી રહી છે! તેમાં પણ સમય જતા રાજકીય દોસ્તીનો આધાર ક્યારેક રાષ્ટ્રીય રાજનીતિ પર ર્નિભર થઈ જાય છે!! પરંતુ જાે આ દરમિયાન સંવેદના સભર સમજ સાથે આત્મીયતા ઊભી થાય છે
તો ‘રાજકીય વ્યવસાય’, રાજકીય સત્તા ગૌણ બની જાય છે અને મિત્રતા થી ઘણા ગંભીર પ્રશ્નો પણ ઉકેલાઈ જાય છે! પરંતુ આવી સહ્રદયતા સાથે સર્જાયેલી દોસ્તી માં મૃત્યુ મિત્રતાની વિદાય નું કારણ બને છે ત્યારે તે અસહ્ય બને છે!! ત્યારે જાેઈએ કે રાજકીય મિત્રતાના ઇતિહાસના પાના શું સંદેશો આપે છે