યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને મોરબી પુલ દૂર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી
નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે તેઓ અને તેમના પત્ની જિલ એ પરિવારો પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરે છે જેમણે ભારતમાં પુલ પાડવાથી પોતાથી પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. અમે આ દુઃખની ઘડીમાં ભારતીય લોકો સાથે છીએ.
જાે બાઈડને વધુમાં કહ્યુ કે, ‘અમેરિકા અને ભારત અનિવાર્ય ભાગીદારો છે. અમારા નાગરિકો વચ્ચે ઉંડા સંબંધો છે. આ મુશ્કેલ સ્થિતિમાં અમે ભારતીયો સાથે ઉભા રહીશુ અને તેમનુ સમર્થન કરવાનુ ચાલુ રાખીશુ.’
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મૃતકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે.
બાઈડેન ઉપરાંત યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ ગુજરાતના મોરબીમાં સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાના કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ટિ્વટમાં લખ્યુ છે કે, ‘ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલના તુટી જવાથી અમે ખૂબ જ દુઃખી છીએ.
અમારુંહૃદય ભારતના લોકો સાથે છે અને અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે છે.અમેરિકા ઉપરાંત પોલેન્ડના વડા પ્રધાન મેટ્યુઝ મોરાવીકી, ઑસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગ, કેનેડાના વડા પ્રધાન, ચીન અને જાપાન સહિત ઘણા દેશોના નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઘટના સંદર્ભે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક સદી કરતાં પણ વધુ જૂનો પુલ પાંચ દિવસ પહેલા વ્યાપક સમારકામ અને નવીનીકરણ બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જાેકે, રવિવારે સાંજે પુલ પર મોટી સંખ્યામાં લોકોની ભીડને કારણે પુલ ધરાશાયી થયો હતો અને અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ૧૪૨થી વધુ લોકોના મોત થયા છે. મોરબીમાં પડવાના એક દિવસ બાદ બ્રિજ રિપેર કરતી કંપની ઓરેવાના બે અધિકારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડની પુષ્ટિ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે કરી છે.HS1MS