યુએસ પ્રમુખ ઓબામાએ ઝાકિર હુસૈનને કોન્સર્ટમાં આમંત્રિત કર્યા હતા
નવી દિલ્હી, તેમણે નાની ઉંમરમાં જ પિતાની સાથે કોન્સર્ટમાં જવાનું શરૂ કર્યું હતું. તેઓ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય હતા. વર્ષ ૨૦૧૬માં તેમને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા. આ કોન્સર્ટમાં સામેલ થનાર ઝાકિર હુસૈન પ્રથમ ભારતીય સંગીતકાર હતા.
અંગત જીવનની વાત કરીએ તો ઉસ્તાદ ઝાકિર હુસૈને એન્ટોનિયા મીન્નેકોલા સાથે લગ્ન કર્યા હતા, એ એક કથક ડાન્સર અને ટીચરની સાથે-સાથે તેમની મેનેજર પણ હતા. તેમને બે દિકરીઓ છે. ઝાકિર હુસૈનના અવસાનથી સંગીતવિશ્વની ધૂમ શાંત પડી ગઈ છે, અને તેમના ચાહકો સહિત સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
૧૯૭૩માં તેણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.નાનપણથી ઉસ્તાદ ઝાકિર હુસૈન સપાટ જગ્યા જોઈને આંગળીઓ વગાડતા હતા. કોઈ પણ સપાટ જગ્યા જોઈને તે આંગળીઓ વડે ધૂન વગાડવા લાગતા. શરૂઆતમાં પરિવારના આર્થિક તકલીફવાળા દિવસોમાં મુસાફરીમાં પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા હતા.
જો તેને બેઠક ન મળે, તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા. આ સમય દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તે તેને ખોળામાં લઈને સૂઈ જતા હતા. ઝાકિર હુસૈને તેમના જીવનમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા મહાન ગાયકો, નૃત્યકારો અને અભિનેતાઓ સાથે પર્ફાેર્મન્સ આપ્યું છે.ઝાકિર હુસૈન ૧૨ વર્ષના હતા ત્યારે તેમના પિતા અલ્લારખા સાથે એક કોન્સર્ટમાં ગયા હતા.
પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લાહ ખાન, પંડિત શામતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજ જેવા સંગીતના દિગ્ગજોએ તે કોન્સર્ટમાં હાજરી આપી હતી. ઝાકિર હુસૈન તેમના પિતા સાથે સ્ટેજ પર ગયા હતા. તબલાંવાદન પુરુ થયા બાદ ઝાકીરને ૫ રૂ.નો પુરસ્કાર અપાયો હતો.
બાદમાં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે હું મારા જીવનમાં ઘણા પૈસા કમાયો છું, પરંતુ તે ૫ રૂપિયા સૌથી કિંમતી હતા. ઝાકિર હુસૈનને ઐતિહાસિક ફિલ્મ મુગલ-એ-આઝમ (૧૯૬૦)માં સલીમના નાના ભાઈની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેના પિતાએ તેને મંજૂરી આપી ન હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર માત્ર સંગીત પર જ ધ્યાન આપે.SS1MS