યુએસના પ્રમુખપદના ઉમેદવાર હેરિસની ભારતીય મૂળના નેતાઓએ ટીકા કરી
વાશિગ્ટન, અમેરિકામાં ડેમોક્રેટિકની ટિકિટ પર પ્રમુખપદની ચૂંટણીમાં ઝુંકાવનાર ભારતીય મૂળના કમલા હેરિસ સામે ભારતીય મૂળના જ ત્રણ રિપબ્લિકન નેતાઓએએ બાંયો ચડાવી છે. આ નેતાઓમાં બોબી જિંદાલ, નિક્કી હેલી અને વિવેક રામસ્વામીનો સમાવેશ થાય છે.
તેમણે હેરિસની ઇમીગ્રેશન, આર્થિક અને વિદેશી નીતિઓની ભારે ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર એક એડવર્ટાઇઝમેન્ટ તરીકે પ્રકાશિત એક વીડિયોમાં લુઇસિયાનાના પૂર્વ ગવર્નર બોબી જિંદાલે દાવો કર્યાે છે હેરિસની મેડિકેર યોજના ૧.૨ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને “ગોલ્ડ-પ્લેટેડ” હેલ્થકેર આપશે. આને કારણે ગેરકાયદેસર ઇમીગ્રેન્ટ્સનો અમેરિકામાં ધસારો થશે.
લુઇસિયાનાના જ પૂર્વ ગવર્નર બોબી જિંદાલે હવે ટ્રમ્પને સમર્થન કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ કેરોલિનાના ગવર્ન નિક્કી હેલીએ અને બિઝનેસમેનમાંથી રાજકારણી બનેલા વિવેક રામસ્વામીએ પણ ટ્રમ્પના પ્રમુખપદની દાવેદારીને સમર્થન આપ્યું છે.
રામસ્વામી છેલ્લાં ઘણાં વખતથી ટ્રમ્પ માટે પ્રચાર કરી રહ્યા છે. હેલીએ કહ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચેનું અંતર જોવું છે ત્યારે એમાં કોઇ શંકા નથી કે અમેરિકાના આગામી પ્રમુખ તરીકે ટ્રમ્પને જોવા માગું છું. કમલા હેરિસ અને ટિમ વોલ્ઝ નહિ ચાલે. કમલા હેરિસે જે કહ્યું છે તેને જુઓ. તેમને નથી લાગતું કે ગેરકાયદેસરના ઇમીગ્રેન્ટ્સ ગેરકાયદેસર છે.SS1MS