યુએસનો ઈરાની ઓઇલની હેરાફેરી બદલ ભારતીય નાગરિક, બે કંપની પર પ્રતિબંધ

વોશિંગ્ટન, ઈરાનના મોટા જહાજમાં કામ કરનાર અને ઈરાની ઓઇલના શિપિંગમાં સામેલ સંયુક્ત અરબ અમીરાત સ્થિત એક ભારતીય નાગરિક અને બે ભારત સ્થિત કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમ અમેરિકાના ટ્રેઝરી વિભાગે જણાવ્યું છે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, જુગવિંદર સિંહ બ્રાર કેટલીયે શિપિંગ કંપનીના માલિક છે, જેમની પાસે ૩૦ જહાજો છે, જેમાંથી કેટલાક જહાજ ઈરાનની ઓઇલની હેરાફેરી માટે કામ કરતા છે.
ટ્રેઝરી વિભાગની ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ(ઓએફએસી)એ જુગવિંદરસિંહ બ્રાર, બે યુએઈ અને બે ભારત સ્થિત કંપનીઓની ઓળખ કરી છે, આ જહાજો બરારની માલિકીના છે અને તેનું સંચાલન કરે છે. જેમણે નેશનલ ઈરાની ઓઇલ કંપની(એનઆઈઓસી) અને ઈરાની સૈન્ય તરફથી ઈરાની ઓઈલનું પરિવહન કર્યું છે.
બરારના જહાજો ઇરાક, ઇરાન, યુએઇ અને ઓમાનની ખાડીના જળક્ષેત્રમાં ઇરાની પેટ્રોલિયમના હાઈ રિસ્ક શીપ-ટુ-શીપ ટ્રાન્સફરમાં સંલગ્ન છે. આ કાર્ગાે પછી અન્ય સુવિધાકર્તાઓ સુધી ઓઇલ પહોંચાડે છે, જે અન્ય દેશોના ઉત્પાદનોની સાથે તેલ કે ઈંધણ મિલાવે છે અને ઈરાનનું ઓઇલ હોવાનું છપાવવા શિપિંગ ડોકયુમેન્ટ સાથે પણ છેડછાડ કરે છે, જેનાથી આ કાર્ગાે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી જાય છે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના સચિવ સ્કોટ બેસેન્ટે કહ્યું કે, ઇરાનની સરકાર પોતાના તેલના વેચાણ માટે અને પોતાની અસ્થિર કરનારી ગતિવિધિઓને ફંડિંગ કરવા માટે બરાર અને તેમની કંપનીઓ જેવા બેઈમાન શિપર્સ અને દલાલોના નેટવર્ક પર નિર્ભર રહે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન પર કેટલાક પ્રતિબંધો મૂકેલા છે, જેના કારણે ઈરાનને વિશ્વના બજારમાં પોતાના ઓઇલ ઉત્પાદનો વેચવામાં મુશ્કેલી પડી રહી છે.SS1MS