Western Times News

Gujarati News

હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી ઇઝરાયેલ પહોંચ્યા

તેલ અવીવ, ઇઝરાયેલ હાલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. આતંકી સંગઠનો હિઝબુલ્લાહ અને હમાસ સાથેની તેની લડાઇ ભીષણ તબક્કામાં છે ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા છે. જેને પગલે એવી આશા બંધાઇ છે કે બ્લિન્કન યુદ્ધવિરામ માટે પ્રયાસો કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લડાઇને વધુ ભીષણ બનાવવાની તેમજ આતંકી સંગઠનોને નેસ્તનાબૂદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ઇરાનને પણ આકરી ચેતવણી આપી હતી. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી બ્લિન્કન ૧૧મી વખત ઇઝરાયેલ પહોંચ્યા છે. જોકે તેમણે જેઓ ઇઝરાયેલમાં પગ મુક્યો હિઝબુલ્લાએ મોટો હુમલો કરી દેતાં સ્થિતિ વણસી છે.

જેને પગલે તત્કાળ સાયરનો વાગવા લાગી હતી. જોકે આ હુમલામાં કોઇને ઇજા પહોંચી નહતી. તેઓ ઇઝરાયેલના અનેક મંત્રીઓને મળવાના છે.

અમેરિકાના વિદેશ વિભાગનું કહેવું છે કે બ્લિન્કન ગાઝામાં યુદ્ધનો અંત લાવવા પર ધ્યાન આપશે. જોકે તેની સાથે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલાં ઇઝરાયેલના લોકોને છોડવા અંગે પણ ચર્ચા કરશે. ગાઝાને મળતી સહાયમાં પણ વધારો કરવાની તેમની યોજના છે. લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલના તેલ અવીવ ક્ષેત્ર પર એક સાથે ૨૦ રોકેટથી હુમલો કર્યાે હતો.

ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે, લેબનનથી તેલ અવીવ ક્ષેત્રની તરફ જનારી પાંચ પ્રોજેક્ટાઇલની ઓળખ કરાઈ, જેમાંથી મોટાભાગના રોકેટને હવામાં જ રોકી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.

અપર ગેલિલી અને ઉત્તર ગોલાન હાઈટ્‌સ તરફ પણ લગભગ ૧૫ રોકેટ અને પ્રોજેક્ટાઇલ છોડ્યા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે, કેટલાક પ્રોજેક્ટાઈલને રોકી દેવાયા હતા અને બાકીના ખુલ્લા વિસ્તારમાં પડ્યા હતા. જોકે, હાઈફાના દક્ષિણમાં છરા લાગવાથી એક વ્યક્તિને નજીવી ઈજા થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.