અમેરિકામાં શટડાઉન ટળ્યું છેલ્લી ઘડીએ ખર્ચ બિલને સંસદે મજૂરી આપી

બાઈડન સરકારને ૧૭ નવેમ્બર સુધી રાહત, આ પછી ફરી સંસદની મંજૂરી લેવી પડશે
(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકાની સંસદે શનિવારે રાત્રે છેલ્લી ઘડીએ સરકારના ખર્ચ માટેના બિલને મંજૂરી આપતા વિશ્વની મહાસત્તામાં શટડાઉન ટળ્યું હતું. અનેક ઉતાર ચડાવ વચ્ચે કામચલાઉ ધોરણે ફંડિંગ બિલને બહાલી આપવામાં આવી હતી અને તેના પર પ્રેસિડન્ટ જાે બાઈડને હસ્તાક્ષર કર્યાં હતા.
જાે કે બાઈડન સરકારને મળેલી આ મોટી રાહત માત્ર ૧૭ નવેમ્બર સુધીની છે અને ૪પ દિવસ પછી ફરી સરકારના ખર્ચના બિલની સંસદમાં મંજૂરી લેવી પડશે. આ ફંડિગ પેકજમાં યુક્રેન માટેની સહાયને પડતી મુકવામાં આવી છે. વ્હાઉટ હાઉસ તેને પ્રાથમિકતા આપી રહ્યું હતું, પરંતુ વિપક્ષ રિપબ્લિકેશન પાર્ટીના કેટલાક કટ્ટર જમણેરી સભ્યોએ તેનો સખત વિરોધ કર્યાે હતો.
વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના બહુમતી ધરાવતા પ્રતિનિધગૃહમાં અરાજકતાભર્યા દિવસો પછી સ્પીકર કેવિન મેકકાર્થીએ અચાનક તેમની પાર્ટીના જમણેરી સભ્યોની ખર્ચમાં ભારે કાપ મૂકવાની દરખાસ્ત પડતી મૂકી હતી. સ્પીકરે પોતાના હોદ્દાનું જાેખમ વહોરી લઈને બિલ પસાર કરવા માટે સત્તારૂઢ ડેમોક્રેટ્સનું સમર્થન મેળવ્યું હતું.
આ પછી તેને સેનેટે પણ મંજૂરી આપી હતી અને તેની સાથે શટડાઉનનો ખરો ટળ્યો હતો. ફંડિગ પેકેજને પ્રતિનિધિ ગૃહમાં ૩૩પ વિરૂદ્ધ ૯૧ મતથી પસાર કરાયું હતું. તેને મોટાભાગના રિપબ્લિકન અને લગભગ તમામ ડેમોક્રેટ્સે સમર્થન આપ્યું હતું. સેનેટમાં આ ફંડિંગ પેકેજ ૮૮ વિરૂદ્ધ ૯ મત પસાર થયું હતું.
પ્રસિડન્ટ જાે બાઈડનને જણાવ્યું હતું કે આ અમેરિકન લોકો માટે સારા સમાચાર છે. અમેરિકા કોઈપણ સંજાેગોમાં યુક્રેન માટેના અમેરિકન સમર્થનને અટકાવી શકે નહીં. મેકકાર્થી યુક્રેનના લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જાળવી રાખશે અને આ નિર્ણાયક ક્ષણે યુક્રેનને મદદ કરવા માટે જરૂરી સમર્થન મેળવશે તેવી અપેક્ષા છે.