ભારત અને પાકિસ્તાનને તંગદિલીમાં વધારો ન કરવા અમેરિકાનો અનુરોધ

વોશિંગ્ટન, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતાં તણાવ વચ્ચે અમેરિકાએ બંને દેશોને તંગદિલીમાં વધારો ન કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે દુનિયા આ જોઈ રહી છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માર્કાે રુબિયો આજે કે કાલે વહેલી તકે બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરશે.મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં અમેરિકાના વિદેશ વિભાગના ટેમી બ્›સે જણાવ્યું હતું કે વોશિંગ્ટન કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાન બંનેનો સંપર્ક કરી રહ્યું છે અને પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા કહી રહ્યું છે.
વિદેશ પ્રધાન માર્કાે રુબિયો આજે કે કાલે વહેલી તકે પાકિસ્તાન અને ભારતના વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરવાની અપેક્ષા રાખે છે. તેઓ બીજા દેશોના રાષ્ટ્રીય નેતાઓ અને વિદેશ પ્રધાનોને આ મુદ્દા પર ભારત-પાકિસ્તાનનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
દરરોજ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કિસ્સામાં વિદેશ પ્રધાન ભારત અને પાકિસ્તાનમાં તેમના સમકક્ષો સાથે સીધી વાતચીત કરશે. પાકિસ્તાન અમેરિકા વતી આ ગંદુ કામ (ત્રાસવાદને પ્રોત્સાહન) કરી રહ્યું છે તેવા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદન અંગેના સવાલનો સીધો જવાબ આપવાનો ઇનકાર કરતાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે હું અહીં ફક્ત એક જ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છું કે વિદેશ પ્રધાન બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરવાના છે.
અમે આ સમગ્ર વિસ્તારમાં ગતિવિધિઓ પર દેખરેખ રાખી રહ્યાં છીએ. અમે માત્ર વિદેશ પ્રધાન સ્તરે જ નહીં, પરંતુ વિવિધ સ્તરે ભારત અને પાકિસ્તાનની સરકારોના સંપર્કમાં છીએ છે. અમે તમામ પક્ષોને જવાબદાર ઉકેલ માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. દુનિયા આ જોઈ રહી છે. પરંતુ મારી પાસે આ સંદર્ભમાં કોઈ વધારાની વિગતો નથી.SS1MS