PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સનું સ્વાગત કર્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમના પરિવારનું હાર્દિક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠક બાદ થયેલી ઝડપી પ્રગતિની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “અમે વ્યાપાર, ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા અને લોકો વચ્ચેના આદાન-પ્રદાન સહિત પરસ્પર લાભદાયક સહકાર માટે પ્રતિબદ્ધ છીએ.” તેમણે ઉમેર્યું કે, “ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી 21મી સદીની એક નિર્ણાયક ભાગીદારી બનશે, જે આપણા લોકો અને વિશ્વના વધુ સારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિબિંબ દર્શાવે છે.
A powerful moment of growing India–US camaraderie and mutual respect! pic.twitter.com/uCYWUt4AUU
— 𝗞𝗮𝘃𝗶𝘁𝗮 𝘀𝗶𝗻𝗴𝗵 (@_Kavita_S) April 21, 2025