USAમાં મ્યૂઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગમાં એક બાળકનું મોત
વાॅશિંગ્ટન, અમેરિકામાં ફરીથી એકવાર ફાયરિંગની ઘટના ઘટી છે. વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગના અહેવાલ છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ મુજબ વોશિંગ્ટન ડીસીમાં થયેલા ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે.
જ્યારે ૨ અન્ય નાગરિક અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે. મેટ્રોલપોલિટન પોલીસ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે ૧૪મી અને યુ સ્ટ્રીટ પર ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આલવી.
શુટિંગના વીડિયોમાં અધિકારીઓ રસ્તા પર પડેલા લોકોની મદદ કરતા જાેવા મળી રહ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ઘટેલી ફાયરિંગની ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ કાર્યવાહીમાં લાગી છે અને ફાયરિંગ કરનારા શખ્સની શોધ કરી રહી છે.
જાે કે હજુ સુધી આ ફાયરિંગ કર્યું કોણે તે જાણવા મળ્યું નથી. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન ડીસીમાં શુટિંગ મોએચેલા કાર્યક્રમ દરમિયાન આ ઘટના ઘટી. વોશિંગ્ટન ડીસીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારા મહોત્સવ તરીકે તે ઓળખાય છે.SS1MS