USA: લુસિઆના, ફલોરિડા અને અરકાન્સાસમાં ડેલ્ટા વેરિઅન્ટ ઘાતક બન્યો
વોશિંગ્ટન : અમેરિકામાં ત્રણ દિવસથી રોજના સરેરાશ એક લાખ કેસો નોંધાઇ રહ્યા છે અને તેમાં પણ પંદર ટકા કેસો બાળકોમાં નોંધાઇ રહ્યા હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે. અમેરિન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ-એએપી-ના એક સંશોધનમાં જણાયું છે કે છેલ્લા એક અઠવાડિયામાં 94,000 બાળકોને કોરોનાના ચેપની સારવાર આપવામાં આવી હતી.
દરમ્યાન લુસિઆના, ફલોરિડા અને અરકાન્સાસમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરકાન્સાસમાં સૌથી વધારે મોત થયા છે.છેલ્લા એક સપ્તાહમાં અરકાન્સાસમાં મરણાંકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાને કારણે હોસ્પિટલાઇઝેશનમાં છ મહિનામાં સૌથી વધાર 40 ટકાનો વધારો નોંધાયો છે.
મહામારી વણસવાને કારણે મોટાભાગના જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ફલોરિડામાં સતત આઠ દિવસથી હોસ્પિટલાઇઝેશનમાં વધારો નોંધાઇ રહ્યો છે. દરમ્યાન કેનેડાના પરિવહન પ્રધાન ઓમર અલઘાબરાએ ટ્વિટ કરીને ભારતથી સીધી કેનેડા આવતી ફલાઇટો પરના પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે.
જો કે, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારા બાળકોની સંખ્યા બે ટકા કરતાં પણ ઓછી છે અને મરણાંક તો સાવ ઓછો છે.એએપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાંચ ઓગસ્ટ સુધીમાં કોરોના મહામારીમાં કુલ 43 લાખ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
હાલ બાર વર્ષથી વધારે વયના 60 ટકા બાળકોને કોરોનાની રસીના બંને ડોઝ અને 70 ટકા બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ અપાઇ ચૂક્યો છે. અમેરિકામાં ફાઇઝર કંપનીની રસી બાર વર્ષ કરતા વધારે વયના બાળકોને આપવા માટે મંજૂરી મળી ચૂકી છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના આંકડાઓ અનુસાર હાલ પાંચથી પંદર વર્ષના કિશોરો કોરોનાનો ભોગ વધારે બની રહ્યા છે.
આ જૂથના વડા એપેડેમિલોજિસ્ટ ડેવિડ સ્કેગે જણાવ્યું હતું કે બહારના દેશોમાંથી વધારે લોકો આવવાની શરૂઆત થયા પછી પણ આ વ્યૂહ ચાલુ રાખવાનું શક્ય છે. બ્રિટન અન યુએસમાં લોકો હવે કોરોના વાઇરસની સાથે જીવવાનું સ્વીકારવા માંડયા છે તેની સામે ન્યુઝિલેન્ડમાં જીવનશૈલી પર કોરોના મહામારીની કોઇ અસર પડી નથી. આ વ્યૂહને સફળ બનાવવા માટે કમ સે કમ બીજા છ મહિના સુધી સરહદો બંધ રાખવી જોઇએ.
આ ત્રણ દવાઓમાં મેલેરિયાની દવા આર્ટેસુનેટ, કેન્સરની દવા ઇમાટીનીબ અને ઇનફલિક્સીનીબનો સમાવેશ થાય છે. હાલ આ દવાઓની રોગપ્રતિકારક તંત્ર પર કેવી અસર થાય છે તે ચકાસવામાં આવી રહ્યું છે. 50 લાખની વસ્તી ધરાવતા ન્યુઝીલેન્ડમાં કોરોના મહામારીમાં કુલ માત્ર 26 જણાના જ મોત થયા હોવાથી કડક લોકડાઉન લાદવાની નીતિ ચાલુ રાખવાની ભલામણ નિષ્ણાતોના જૂથે કરી છે.