Western Times News

Gujarati News

અમેરિકામાં કાર અકસ્માતમાં ગુજરાતી સહિત બે ભારતીય વિદ્યાર્થીઓના મોત

(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના પેન્સિલવેનિયામાં એક કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે, જયારે તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા પછી પુલ સાથે અથડાઈ હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે બંને મૃતકો પૈકી માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ શનિવારે સવારે દુર્ઘટના બની હતી, જેમાં આગળની સીટ પર બેઠેલો એક અન્ય યાત્રી ઘાયલ થયો હતો અને તેને સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. Two Indian students from Cleveland State University, Manav Patel and Saurav Prabhakar, killed in a tragic car crash in Pennsylvania.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોમવારે એક પોસ્ટ કરીને કહ્યું કે, ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થી – માનવ પટેલ(૨૦) અને સૌરવ પ્રભાકર(૨૩)નું કાર દુર્ઘટનામાં મોત થયું તે જાણીને દુખ થયું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થનાઓ તેમના પરિવારોની સાથે છે. દૂતાવાસ પીડિત પરિવારોના સંપર્કમાં છીએ અને તેમને શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે સવારે ૭ કલાકે બ્રેકનોક ટાઉનશીપમાં પેન્સિલવેનિયા ટોલગેટ પર એક વાહન દુર્ઘટનામાં યુવા વિદ્યાર્થીઓના મોત થયા છે. લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનરની ઓફિસ અને પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના કહેવા મુજબ માનવ પટેલ અને સૌરવ પ્રભારકના મોત તેમની કાર વૃક્ષથી ટકરાઈ અને પછી પુલ સાથે ટકરાવાથી થયા છે. પ્રભાકર કાર ચલાવી રહ્યો હતો. પોલીસના કહેવા મુજબ, બંને વિદ્યાર્થીના ઘટનાસ્થળ પર જ મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.