Western Times News

Gujarati News

શિકાગોમાં ૪.૬ એકરમાં બનાવાશે હિંદુઓ માટેનું સ્મશાનગૃહઃ ખર્ચ 5mn ડોલર

પ્રતિકાત્મક

આ સ્મશાન ગૃહ બનાવવાનો ખર્ચ-પ મીલીયન ડોલર થવાનો અંદાજ છેઃ સ્મશાન ગૃહનો બધો ખર્ચ હિંદુ કોમ્યુનીટી જ ઉઠાવવાની છે

અમેરીકામાં હિંદુઓ માટેનું સૌથી પહેલું સ્મશાન ગૃહ શિકાગોમાં બનશે

(એજન્સી)શિકાગો, અમેરીકામાં લાખો ઈન્ડીયન રહે છે. અને તેમાં હિદુઓને સંખ્યાઘણી મોટી છે. એક અંદાજ મુજબ અમેરીકામાં હાલમાં ર.પ મીલીયન્સસની વધુ હિદુઓ રહરે છ. હિદુઓની આટલી મોટી સંખ્યા હોવા છતાં અમેરીકામાં હિંદુઓ માટે અલગ એક પણ સ્મશાન ગૃહ નથી.

જોકે હવે શિકાગોમાં હિદુઓ માટે અમેરીકાનું પહેલું સ્મશાન ગૃહ બનવા જઈ રહયું છે. હિંદુ કોમ્યુનીટીના સપોર્ટથી તૈયાર કરવામાં આવનારા આ સ્મશાન ગૃહમાં સસ્તા દરે અંતીમ વિધીની સગવડો પુરીપાડવામાં આવશે. આ સ્મશાન ગૃહ બનાવવાનો ખર્ચ પ મીલીયન ડોલરર થવાનો અંદાજ છે. અને બધો ખર્ચ હિદુ કોમ્યુનીટી જ ઉ.પાડવાની છે. આ સ્મશાન ગૃહ બનાવવા પ્રોજેકટ માટે એક ટ્રસ્ટ પણ બનાવાયું છે.

અમેરીકામાં હિદુઓ માટે કોઈ અલગ સ્મશાન ગૃહ ન હોવાથી સ્વજનોની અંતીમ વીધી અન્ય ધર્મોના સ્મશાન ગૃહમાં કરવીપડે છે. જયાંહિદુ પરંપરા અને વિધીઓ મુજબ અંતીમ સંસ્કાર કરવા દેવાતા નથી.

તેમજ અંતીમ વિધીનો ખર્ચ પણ ઘણો વધારે થાય છે. જેના કારણે સ્વજનના મોતથી શોકગ્રરસ્ત પરીવાર પરર આર્થિક બોજ પણ પડે છે. આ સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક લોકો આગળ આવ્યા હતા અને મૃતકના હિદુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરી શકાય તે માટે સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ટ્રસ્ટના વાઈસ પ્રેસીડેન્ટ નીતીન પટેલે જણાવ્યું હતું કે, ઈલીનોથ સટેટના શિકાગોમાં ૪.૬ એકર જમીનમાં બે સ્મશાન અને ૪૦૦ લોકો સમાઈ શકે તેવી ક્ષમતા ધરાવતા બે હોલ બનાવાશે. તેમાં મંદીર અને પાર્કીગની પુરતી જગ્યા પણ હશે.

તેમણે કહયું હતું કે, અહી લોકો તેના પ્રિયજનને સંપૂર્ણ રીતી-રીવાજો અને પરંપરા સાથે સન્માનપુર્વક અંતીમ વિદાય આપી શકશે. સ્મશાનના ઘાટની ડીઝાઈન પર વિશેષ ધ્યાન અપાયું છે. અને તેના ટોપ પરનું શ્રી યંત્ર આપણી માન્યતાઓને દર્શાવે છે.

તેમણે જણાવ્યા મુજબ અમેરીકામાં સ્વજનની અંતિમ વીધી માટે પરીવારે લગભગ પ,૦૦૦ મુજબ ડોલર જેટલો મોટો ખર્ચ કરવો પડે છે. તેમણે કહયું કે, તેમની યોજના એફોડેબલ સર્વીસ પુરી પાડવાની છે. લોકોને મોઘા ભાવુ કાસ્ટે ખરીદવું ન પડે તે માટે તેમને તે ડિસ્પોઝેબલ કન્ટેનર સાથે ભાડે આપવામાં આવશે.

તેમણે કહયું હતું કે તાજેતરમાં વર્ષોમાં અમેરીકામાં અંતીમ વિધીનો ખર્ચ ૩૦ ટકા વધી ગયો છે. અસ્થિ વિસર્જન માટે વ્યવસ્થા ઉભી કરવાની પણ ટ્રસ્ટની યોજના છે. બિલ્ડીગમાં અસ્થિઓ રાખવા માટે ખાસ જગ્યા બનાવાશે. અને જયારે મૃતકના સંબંધીઓ અંતીમ સંસ્કાર પછીની વીધી કરવા આવશે ત્યારે અસ્થિઓ મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.