વિન્ટર સ્ટ્રોમને લીધે અડધું અમેરિકા બરફની ચાદરમાં ઢંકાઈ જશે
(એજન્સી) વોશિંગ્ટન, શનિવારથી જ સેન્ટ્રલ અમેરિકામાં વિન્ટર સ્ટોર્મની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં અડધાથી વધુ અમેરિકા પર આની અસર થશે.
હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું કે લાખો લોકોને આની અસર થશે અને ઈસ્ટ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ આવશે. જેના પરિણામે ઠંડી હવાઓ અને સ્નો ફોલ વધી જશે. આના લીધે ત્યાં રોજિંદા જીવનમાં જે ટ્રાવેલ કે અન્ય ક્રિયાઓ થતી હશે એના પર પણ માઠી અસર પડશે. આ વિન્ટર સ્ટોર્મની અસર ૬૦ લાખથી વધુ લોકો પર પડી શકે છે. આનાથી ઈસ્ટ અમેરિકા ઠંડુગાર બની જશે. આર્કટિક એર જેવા ડિપ ફ્રીઝ સ્થિતિ ઉત્પન્ન થશે. a historic polar cold wave is currently sweeping across the United States with freezing temperatures below -30°C
નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે કે આ પ્રમાણેની સ્થિતિમાં જોરદાર હિમ વર્ષા થશે, બરફની ચાદર અડધા અમેરિકા પર ઢંકાઈ જશે અને ઠંડા પવનો પણ ફૂંકાશે. વિન્ટર સ્ટોર્મની વો‹નગ્સ અત્યારે વેસ્ટર્ન કંસાસથી કોસ્ટલ સ્ટેટ્સ ઓફ મેરિલેન્ડ, ડેલાવેર અને વર્જિનિયાજે સુધી જારી કરવામાં આવી છે. જે ૨૪૦૦ કિલોમીટરના વિસ્તારમાં વિન્ટર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.
આટલા ભાગમાં જોરદાર અસર જોવા મળી શકે છે. દ્ગઉજીના જણાવ્યા પ્રમામે સોમવારથી અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ તેજી પકડશે. જેની અસર સેન્ટ્રલ પ્લેન્સથી મિડલ એટલાન્ટિક સુધી રહેશે. અહીં હિમ વર્ષાનું જોખમ પણ જોવા મળશે. એજન્સીએ વો‹નગ આપી છે કે નોર્થ ઈસ્ટર્ન કંસાસથી સેન્ટ્રલ મિસોરી સુધી ભારે હિમ વર્ષા થશે. જે દશકાઓમાં ક્યારેય નથી પડી એવી ઠંડી પડશે અને બરફથી આ પ્રદેશો ઢંકાઈ જશે.
સાયન્ટિસ્ટે જણાવ્યું કે માણસોના લીધે જે ક્લાઈમેન્ટ ચેન્જ ઈશ્યૂ આવ્યો છે અને એનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ભારે હિમ વર્ષાને પગલે કંસાસ સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે ફ્લાઈટ ઓપરેશન્સ કેન્સલ કરવા પડ્યા હતા. દ્ગઉજીના રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્ક અને પેન્સેલ્વેનિયામાં અત્યારે હેવી લેક ઈફેક્ટ સ્નોની અસર જોવા મળી રહી છે. જે ગ્રેટ લેક્સથી આવી રહી છે.
આનાથી ત્યાં ૨ ફૂટ એટલે ૬૧ સેમી સ્નો ફોલ થવાની ધારણા છે. ફોરકાસ્ટ કંપની એક્યુવેધરે જણાવ્યા પ્રમાણે શનિવારે આ વિસ્તારોમાં બરફની ચાદર ઢંકાઈ ગઈ હતી. અહીં રવિવારથી સોમવાર સુધીમાં બરફના લીધે રોડ ટ્રિપ મુશ્કેલી બની જશે. વાહન ચાલકોને પણ ગંભીર હાલાકીનો સામનો કરવો પડશે. અમેરિકાના કેપિટલ વોશિંગ્ટનમાં બરફની ચાદર ઢંકાઈ જશે. જે પાંચ ઈંચથી ૧૦ ઈંચ આસપાસ હોઈ શકે છે.