અમેરીકામાં મતદાનના ૧૦ દિવસ પહેલાં ટ્રમ્પને સરસાઈ, હેરીસને આંચકો
(એજન્સી)વોશીગ્ટન, અમેરીકામાં પ્રમુખપદ માટેની ચુંટણીના મતદાન આડે માત્ર બે સપ્તાહ બચ્યા છે. તે પહેલાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર કમલા હેરીસને આંચકો લાગ્યો છે. એક નવા સર્વેક્ષણમાં રિપબ્લીકના પાર્ટીના ઉમેદવાર કમલા હેરીસને આંચકો લાગ્યો છે.
રાષ્ટ્રીય કક્ષાએ થયેલા એક નવા સર્વેક્ષણના તારણોમાં પણ ટ્રમ્પ હેરીસ પર સાધારણ સરસાઈ ધરાવી રહયા છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણને અંતે આ દાવો કરવામાં આવ્યો છે.
પોલીટીકોના નવા અહેવાલ મુજબ પાંચ નવેમ્બરે પ્રમુખપદની ચુંટણી માટે મતદાન થવાનું છે. તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે કમલા હેરીસની ર ટકા આગળ નીકળી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે કમલા હેરીસથી ર ટકા આગળ નીકળી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સંભાવના ૪૮ ટકા તો હેરીસની જીતની સંભાના હવે માત્ર ૪પ ટકા રહી છે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ રીપબ્લીકન પાર્ટી અને ડેમોક્રેડીકટ પાર્ટીના ઉમેદવારો વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ કાંટાની ટકકર છે. સ્વિગ રાજયોમાં જે ઉમેદવાર સરસાઈ હાંસલ કરશે તે જ વિજયી બનશે.
વોશીગ્ટન પોસ્ટ દ્વારા સ્વિગ રાજયોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ટ્રમ્પ અને હેરીસ એમ બંનેને અહી સાધારણ સરસાઈ મળે છે. ૧૯થીરર ઓકટોબર દરમ્યાન સ્વિગગ રાજયોમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ૪૮ ટકા મતદારો ડોનાલ્ડ ટ્રમ્પને યોગ્ય ઉમેદવાર માને છે. કમલા હેરીસના પક્ષે ૪પ ટકા મતદાન થયું હતું. બંને ઉમેદવારો હજી પ૦ ટકા કે તેથી વધુ સમર્થન મેળવી શકયા નથી.
આ પહેલાં ડીસીઝને ડેસ્ક હીલ દ્વારા થયેલા સર્વેક્ષણમાં પણ ટ્રમ્પ સાધારણ સરસાઈ ધરાવતા હોવાના તારણો સામે આવ્યા હતા. આ સર્વેક્ષણ મુજબ ટ્રમ્પ તેમના હરીફ ઉમેદવાર કમલા હેરીસ કરતાં ચાર ટકા આગળ નીકળી ગયા છે. સર્વેક્ષણ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સંભાવના પર ટકા તો હેરીસની જીતની સંભાવના હવે ૪૮ ટકા જ વર્તાઈ રહી છે.