Western Times News

Gujarati News

અમેરિકામાં પણ ટ્રમ્પના એક પછી એક ફતવા સામે પ્રશ્ર ઉઠવા લાગ્યા

સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ અને મેથ્સ (STEM) જેવી સ્ટ્રીમ પર સ્કોલરશીપ રોકવાનો નિર્ણય કદાચ હાલ નહીં તો ભવિષ્યમાં અમેરિકા માટે મુશ્કેલ સાબીત કરે તેવી શક્યતા છે.

એક દિવસ ટેરીફની ધમકી આપે છે બીજા દિવસે મુદ્દત આપે છે, વિશ્વમાં યુધ્ધ અટકાવવાના વચન વચ્ચે ખુદ અમેરિકી સૈન્ય યુધ્ધમાં જઈ રહ્યું છે-ડોનાલ્ડ ટ્રમ્પ ટેરરમાં અમેરિકા પણ દાઝશે જ…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે યુધ્ધ છેડયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને એક દિવસ તો કોઈને ધમકાવે છે બીજા દિવસે ટેરીફની ચેતવણી આપે છે, ત્રીજા દિવ્સે વિઝાના નિયમોમાં ફેરફાર કરે છે, ચોથા દિવસે અમેરિકાની જયુડીશરી સામે આક્રોશ વ્યકત કરે છે વધુ એક દિવ્સ તેઓ અમેરિકાના શિક્ષણ વિભાગને અચાનક જ બંધ કરીને તે રાજયોને સોંપી દેવાની જાહેરાત કરે છે

આમ એક બાદ એક મોરચે જે ડોનાલ્ડ ટ્રમ્પ શાસન પોતાના જ દેશમાં અને દુનિયા સામે યુધ્ધ છેડી રહ્યું છે. તે કદાચ અમેરિકાને કેટલો લાભ કરાવશે તે પ્રશ્ર પણ હવે પુછાવા લાગ્યો છે અને સૌથી મહત્વનું મેઈક અમેરિકા ગ્રેટ અમેરિકાના બદલે મઈક વર્લ્ડ સ્ટ્રોંગ મોર તેવી સ્થિતિ બની રહી હોય તેવા સંકેત છે.

કદાચ થોડો સમય ટ્રમ્પ દુનિયા પર આ પ્રકારનો ભયનો માહોલ કે ટેરીફનો ટેરેર દર્શાવી શકશે. પરંતુ લાંબા ગાળે તો આ ટેરીફ યુધ્ધ કે પછી અચાનક જ શિર્ષાશન જેવી કરાયેલી અમેરિકી નીતિ અમેરિકાને જ હઠ કરે તો કદાચ આશ્ચર્ય થશે નહી. અને સૌથી મોટું એક સમયે અમેરિકા એટલે નવા રીસર્ચ, નવી તકોની ભૂમિ ગણાતુ હતું અને જેઓ અમેરિકન ડ્રીમ લઈને ત્યાં પહોંચ્યા હતા તેઓ પણ કદાચ તેના રોડ મોડેલ બન્યા હતા.

તેવા રોડ મોડલ ભવિષ્યમાં અમેરિકા આપી શકશે કે કેમ તે પણ પ્રશ્ર છે. ભારત જેવા દેશ કે જે લાંબા ગાળે આત્મનિર્ભર થવા માટે પૂરી ક્ષમતા ધરાવે છે તેણે હાલ કદાચ ડિફેન્સીવ પોઝીશન લીધી હોય તો પણ તેમાં કંઈ ખોટુ નથી. કારણ કે ફકત વ્યાપાર જ નહીં વ્યુહાત્મક દ્રષ્ટિએ પણ અમેરિકા માટે ભારત જેટલું મહત્વનું છે તેટલો દક્ષિણ એશિયાનો કોઈપણ દેશ નથી અને ફકત તમે ટેરીફના આધારે દુનિયા પર શાસન કરી શકો નહીં કે અમેરિકાને ગ્રેટ બનાવી શકો નહી.

એટલું જ નહી. જે.પી. મોર્ગન જેવી સંસ્થાના ઈકોનોમી કે જે અમેરિકાના અર્થતંત્રની રગેરગ જણાવે છે. તેઓ કહે છે કે ટ્રેડ પોલીસીના કારણે અમેરિકા મંદીમાં સરી જાય તેવી શક્યતા ૪૦ ટકા છે. તો ગોલ્ડમેન સ્નેચ એ અમેરિકાનો વિકાસ દર ર.ર ટકા ઘટાડીને ૧.૭ ટકા કરી નાખ્યો છે.

હાયર ટેરીફ એ અમેરિકાની જીડીપીને અસર કરશે તે નિશ્ચિત છે. ભલે હાલ યુરોપ કે અન્ય દેશોને આ ટેરીફ વોરના કારણે તેના ગ્રોથને પણ અસર થાય પરંતુ મહત્વનું એ છે કે નોન અમેરિકી સપોર્ટ ગ્રોથ એ જે તે દેશને વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં કદાચ અમેરિકાને પોતાના જપ્રમુખના પગલા માટે પસ્તાવુ પડે તો આશ્ચર્ય થશે નહીં.

સૌથી મહત્વનું એ છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની અત્યાર સુધી શ્રેષ્ઠ ગણાતી શિક્ષણ પધ્ધતિ સામે પણ પોતાની અથવા તો કહો કે એલન મસ્કની માન્યતાના આધારે બજેટ કટથી લઈને સેન્ટ્રલ બજેટના સપોર્ટ આ તમામ પાછા ખેંચી લઈ રાજયો અને યુનિ.ના પોતાના ભંડોળ ઉપર છોડી દીધી છે. તે કદાચ અમેરિકી શિક્ષણને ક્યાં સ્તરે લઈ જશે તે પ્રશ્ન છે.

સૌથી મહત્વનું એ છે કે વહીવટી ખર્ચ ઘટાડવા માટે ટ્રમ્પે સરકારના અનેક વિભાગોને તાળાબંધી કરી તે કદાચ પણ સ્વીકાર્ય પગલું ગણી શકાય પરંતુ અમેરિકાની સેંકડો સંશોધકો સંસ્થાનું ફન્ડીંગ રોકી રહી છે અને વિદેશી વિદ્યાર્થીઓ કે જે અમેરિકાને મહાન બનાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે

તેઓ પર જે પ્રકારના સ્કોલરશીપ સહિતના પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે તે વિદ્યાર્થીઓને કે સંશોધકોને અન્ય દેશો તરફ વળવાની ફરજ પડશે. તો ભવિષ્યમાં જેમ કે ગુગલ મે માઈક્રોસોફટ અથવા કહો કે સ્ટારલીંકનું સર્જન અમેરિકામાં થયું હતું તે કદાચ ભવિષ્યમાં વિશ્વના અન્ય કોઈ દેશોમાં થાય તો આશ્ચર્ય થશે નહી.

હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રાલય ફુલબ્રાઈટ જેવી પ્રતિષ્ઠિત સ્કોલરશીપ પ્રોગ્રામ ફન્ડીંગ રોકી દીધું છે આ એક ઈન્ટરનેશનલ એકસચેંજ પ્રોગ્રામ છે જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અભ્યાસ કરવા રીસર્ચ કરવા અને અમેરિકાની અલગ અલગ સંસ્કૃતિ અથવા તો તેની સમજને વધુ વિસ્તાર આપવા માટે મહત્વનો છે.

નિષ્ણાંતો કહે છે કે દર વર્ષે હજારો વિદેશી વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવતા હતા તેનું મુખ્ય આકર્ષણ સ્કોલરશીપ હતું હવે જયારે અમેરિકામાં અભ્યાસનો ખર્ચ સતત વધી રહ્યો છે તો અર્ધાથી વધુ વિદ્યાર્થીઓ કે જે આ સ્કોલરશીપ હેઠળ આવતા હતા તેઓ માટે અમેરિકામાં ભણવું એ મુશ્કેલ બની જશે.

ખાસ કરીને સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ અને મેથ્સ જેવી સ્ટ્રીમ પર આ સ્કોલરશીપ રોકવાનો નિર્ણય કદાચ હાલ નહીં તો ભવિષ્યમાં અમેરિકા માટે મુશ્કેલ સાબીત કરે તેવી શક્યતા છે.

અનેક સંશોધકોએ તેમના ફંડ રોકાતા જ અન્ય દેશો પર નજર કરી છે, નેશનલ હેલ્થ ઈન્સ્ટીટયુટ કે જે અમેરિકાની પ્રીમીયર રીચર્સ સંસ્થા ગણાતી હતી તેનો અબજો ડોલર ભંડોળ રોકવાનો નિર્ણય અમેરિકાના રર રાજયોએ સ્વીકાર્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.